તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંડી પ્રાથમિક શાળામાં સલામતી સપ્તાહની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી| વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ દાંડી પ્રા.શાળામાં બુધવારે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વલસાડ નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને અચાનક લાગતી આગ સામે કેવી રીતે કાબુ મેળવી શકાય તેનો ડેમો આપવામાં આવ્યો હતો.નગર પાલિકા ફાયર બ્રિગેડ અધિકારી બળવંત ભાઈ દ્રારા બાળકોને આગથી બચવા માટેનાં સુચનો આપવામાં આવ્યાં હતાં.શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં એસએમસી સભ્ય,ગ્રામજનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...