તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડની હોમગાર્ડના ફલેટમાં ચોરીનો પ્રયાસ, પરિવાર જાગતાં 2 પૈકી 1 ઝડપાયો

વલસાડની હોમગાર્ડના ફલેટમાં ચોરીનો પ્રયાસ, પરિવાર જાગતાં 2 પૈકી 1 ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના મોગરાવાડીમાં એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા હોમગાર્ડના ફલેટ અને પાછળના ભાગે આવેલા બીજા એક એપાર્ટમેન્ટના ફલેટનો દરવાજો ખોલી ચોર ઇસમોએ બુધવારની મધરાતે 2 ચોરીનો પ્રયાસ કર્યો હતો.કબાટ ખોલવાનો અવાજ સંભળાતા હોમગાર્ડનો પરિવાર જાગી જતાં બુમાબુમ કરતા ચોર ભાગી ગયા હતા.જેના પગલે કબાટમાં મૂકેલા દાગીના ચોરી થતા બચી ગયા હતા.તાત્કાલિક સિટી પોલીસને જાણ થતાં નાઇટ પેટ્રોલિંગમાં 1 ચોરને ઝડપી પાડ્યો હતો.

મોગરાવાડીમાં શારદામણિ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતી મહિલા હોમગાર્ડ જયમાક્ષી નેલ્સન ઠાકુર વલસાડ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે.બુધવારે તે વલસાડ એસપી સર્કલ પાસે ફરજ બજાવી રાત્રે ઘરે પહોંચી હતી.જ્યાં પતિ અને સંતાનો સાથે જમી પરવારી સૂઇ ગઇ હતી.દરમિયાન રાત્રિના 1.30 વાગ્યાના સુમારે કોઇ ચોર ઇસમો દરવાજો ખોલીને ફલેટમાં ઘૂસી ગયા હતા.બીજા રૂમમાં મૂકેલા કબાટ ખોલવાનો અવાજ આવતાં જયમાક્ષી અને તેના પતિ જાગી ગયા હતા.જેને જોઇને 2 ઇસમ ભાગી છુટ્યા હતા.

કબાટમાં ખાત્રી કરતા દાગીના અને રોકડ રકમ સુરક્ષિત હતા.એ જ રીતે પાછળના પરમહંસ એપાર્ટમેન્ટમાં સાહિલ દયાળજી રોહિતના ફલેટમાં પણ આ ચોર ઇસમોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાને લઇ સૌ ફલેટવાળા બહાર નિકળી આવી ચોર ચોરની બૂમો પાડી તાત્કાલિક જાણ કરતા નાઇટ પેટ્રોલિંગ પોલીસે ઘટના સ્થળે આવી આજૂબાજૂના વિસ્તારોમાં તપાસ શરૂ કરી 1 ચોરને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...