તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજયમાં નાના બાળકોના અપહરણ કરીને

વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજયમાં નાના બાળકોના અપહરણ કરીને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજયમાં નાના બાળકોના અપહરણ કરીને ઉપાડી જતી ગેંગ ફરી રહી હોવાના મેસેજ ફરી રહ્યાં છે. કેટલાક શહેરોમાં નિદોર્ષ લોકોને મારવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના સોશિયલ મીડિયામાં પણ ખોટા મેસેજ ફરતાં થતાં વાપી અને વલસાડના ડીવાયએસપીએ ખોટા મેસેજથી ન ભરમાવવા અપીલ કરી છે. આ ઉપરાંત કાયદો હાથમાં ન લેવા પણ સૂચના આપી છે.

સોસિયલ મિડિયામાં હવે દરેક મેસેજ સાચા છે કે નહી તેની ખાતરી કરવાની ફરજ પડી રહી છે. કારણ કે છેલ્લા થોડા દિવસોથી સતત બાળકોને ઉપાડી જતી મહિલાના વિડિયો વાયરલ થઇ ફરી રહ્યાં છે. જેને લઇ લોકોમાં ચિંતા વધી રહી છે. સુરત અને અમદાવાદ શહેરમાં નિર્દોષ લોકોને મારવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં આ પ્રકારના બનાલો ન બને તે માટે વાપના ડીવાયએસપી એમ.બી.કુંપાવત અને વલસાડના ડીવાયએસપી એલ બી ઝાલા ખોટા મેસેજથી દુર રહેવા અપીલ કરી છે. વાપી વલસાડના DYSPએ જણાવ્યું હતું કે આવી અફવા ફેલાવનારા લોકોને શોધવા અને અફવા અટકાવવા કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને ન્યુઝ માધ્યમો પર નજર રાખવા,અફવા કયાંથી શરૂ થઇ અને તેને ફેલાવવામાં કોનો હાથ છે તેને શોધીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી મેસેજની ખાતરી વગર બાળકોને ઉઠાવી જનાર ગેંગ વિશેનો મેસેજ ફોરવર્ડ ના કરે તે આપણાં સૌના ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...