પેશ્વાકાળનું શ્રીજી મંદિર આસ્થાનું કેન્દ્ર

ભાસ્કર િવશેષ જમણી સૂંઢવાળી મૂર્તિ પેશ્વાના બ્રાહ્મણ ન્યાયાધીશે તત્કાલિન પૂજારીને આપી હતી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:06 AM
Valsad - પેશ્વાકાળનું શ્રીજી મંદિર આસ્થાનું કેન્દ્ર
ગણપતિદાદાનું પ્રાચીન પે‌શ્વાકાળનું મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માત્ર વલસાડ ખાતે જ આવેલું છે. વલસાડના મોટાબજાર સ્થિત આ મંદિરની ગાથા અલૌકિક અને પ્રેરણામય છે. આશરે 350 વર્ષ પુરાણા આ મંદિરની સ્થાપના બાલાજી બાજીરાવ પેશ્વા (બીજા)ના સમયમાં થઈ હોવાનું જણાય છે. હાલ ચાલી રહેલા 10દિવસીય ગણેશ મહોત્સવ દરમિયાન વલસાડ નું આ પ્રાચીન મંદિર ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

સોળમી સદીમાં આ વલસાડ પેશ્વા સરકારના હસ્તકનું નાનકડું ગામ હતું. બાલાજીરાવ પેશ્વાએ વિદ્વાન બ્રાહ્મણ ની અહિં ન્યાયાધીશ તરીકે નિમણૂંક કરી હતી.તેઓએ પેશ્વા સરકારની આજ્ઞાથી આ ગણેશ મંદિરની સ્થાપના કરી હતી. દરરોજ ગણેશજીની સેવાપૂજા કરતાં આ બ્રાહ્મણની બદલી પૂના થતાં તેમણે આ મંદિરનો સઘળો વહિવટ અને પૂજા વલસાડના એકશ્રીજી ભક્ત ભટ્ટ કુટુંબના વિદ્વાન બ્રાહ્મણને સોંપી હતી. હાલ તેમની 10મી પેઢીના વંશજો શ્રીજીની પૂજા-સેવા કરી રહ્યા છે. ન્યાયાધીશે જતા પહેલાં તેમની પાસે જે ગણેશની જમણી સૂંઢવાળી મૂર્તિ હતી. તે વિદ્વાન બ્રાહ્મણને આપી હતી. તેમના ઘરમાં આજદિન સુધી દાદાની પરંપરાગત અને શાસ્ત્રક્ત વિધીથી પૂજા અર્ચના થઈ રહી છે. જમણી સૂંઢના ગણપતિ મહાગણપતિના નામે ભક્તો માં પ્રિય બન્યા છે. પેશ્વા સરકાર અને ત્યારપછીની અંગ્રેજ સરકારે મંદિર અને ફૂલવાડી માટે જે વર્ષાસન શરૂ કર્યું હતું તે, આજપર્યંત ચાલુ જ રહ્યું છે.

ભક્તોમાં મંગલમૂર્તિ તરીકે પણ ઓળખાતા વલસાડ ના શ્રીજીદાદાની દરરોજ ષોડશોપચાર પૂજા-અર્ચના કરાય છે. વિવિધ પ્રકારના રંગબેરંગી વસ્ત્રો અને સોના -ચાંદીના અલંકારો તેમજ મુકુટ પહેરાવી શણગાર કરાવી આરતી કરવામાં આવે છે. દર મંગળવારે, સંકષ્ટ ચતૃર્થી તેમજ ભાદરવાસુદ ચોથના દિવસે ભક્તોનું ઘોડાપુર દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. 2011માં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો અને નવું મંદિર એજ જગ્યા પર બનાવાયું છે. આ મંદિરને 63 વર્ષ થઈ ગયા છતાં ભક્તો માટે એક આશીર્વાદ સમાન બની ગયું છે.

X
Valsad - પેશ્વાકાળનું શ્રીજી મંદિર આસ્થાનું કેન્દ્ર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App