સોફ્ટવેરના 70 લાખના બીલ ન મળતાં વિપક્ષનો ઘેરાવ

વિવાદ| વલસાડ પાલિકાની સામાન્ય સભાને દોઢ મહિનો વીત્યો છતાં કાર્યનોંધ સભ્ય સુધી પહોંચી જ નથી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:06 AM
Valsad - સોફ્ટવેરના 70 લાખના બીલ ન મળતાં વિપક્ષનો ઘેરાવ

સોફ્ટવેરની ખરીદીના બીલોની કોપી 7 દિવસમાં વિપક્ષના સભ્યોને નહિં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસની ચિમકી

વર્ષ દરમિયાન પાલિકા દ્વારા ચાર સામાન્યસભા બોલાવાની હોય છે. નગરપાલિકાના અધિનિયમ મુજબ જે સભામાં કરાયેલી કાર્યની નોંધ દરેક સભ્યને 7 દિવસમાં પહોંચાડવાની હોય છે. ગત ફેબ્રુઆરી-2018થી નવી ટર્મ શરૂ થયા બાદ વલસાડ પાલિકા દ્વારા દરેક સામાન્યસભાની કાર્યનોંધ સમય મર્યાદામાં અપાઈ નથી. જે પાલિકા અધિનિયમ અને મોર્ડન રૂલ્સ વિરૂધ્ધ છે.વધુમાં ગત24મી જુલાઈએ મળેલી સામાન્ય સભાને દોઢ મહિનો 50 દિવસ વીતી ગયા હોવા છતાં સભાની મિનીટ્સ કાર્યનોંધ ચૂંટાયેલા કોઈપણ સભ્યને આપવામાં આવી નથી, જે અધિનિયમ વિરૂધ્ધ છે.

સમગ્ર ગુજરાતમાં 64 પાલિકામાં હિન્દુ સોફ્ટવેર કું. દ્વારા નવી કમ્પ્યુટર સિસ્ટમ સપ્લાય કરી ઈન્સ્ટોલ કરાઈ છે. વલસાડ પાલિકા દ્વારા પણ આ કંપની પાસે થી રૂ.70 લાખની માતબર રકમના સોફ્ટવેર ખરીદાઈ ઈન્સ્ટોલ કરાયા હતા. ગત જુલાઈની સામાન્યસભામાં આ મુદ્દો જોરશોરથી ઉઠ્યો હતો. સોફ્ટવેર કંપનીના બીલો પાલિકામાં જમા થયા બાદ ચર્ચામાં ભાગ લેનાર તમામ સભ્યોને પહોંચાડવાનું પાલિકા પ્રમુખ દ્વારા જણાવાયું હતું, પરંતુ આજદિન સુધી બીલોની નકલ સભ્યોને મળી નથી. શાસકપક્ષના હોદ્દેદારો દ્વારા સોફ્ટવેર ખરીદીમાં થયેલા રૂ.70 લાખના કથિત ભ્રષ્ટાચારને છાવરવામાં આવી રહ્યો હોવાની ઉગ્ર લેખિત રજૂઆત વિપક્ષના સભ્યો જેમાં નિતેશ વશી, રમેશ પટેલ, ઝાકીર પઠાણ, રાજેશ મંગુ ઉર્ફે મરચું સહિતના 19 સભ્યોએ શનિવારે પાલિકા પ્રમુખને કરી હતી. જેમાં ખાસ જણાવાયું છે કે, ગત સામાન્યની કાર્યનોંધની કોપી અને સોફ્ટવેરની ખરીદી ના બીલોની કોપી 7 દિવસમાં વિપક્ષના સભ્યોને નહિં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસની ચિમકી આપી હતી.

વિવાદને લઇ ઓનલાઇન કવાયતમાં વિલંબ

વલસાડના શેહરીજનોને જાહેરબાંધકામ, આરોગ્ય વિભાગ,હાઉસ ટેક્સ જેવા કામો માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માછે.આ તમામ વિભાગોમાં કોમ્પ્યુટર સોફ્ટવેર ખરીદવામા આવ્યા હતા. પરંતુ તે નિયત સમયમાં કામગીરી પૂણૅ ન થતાં વિરોધ પક્ષે વાંધો ઉઠાવી આ ખરીદીમાં ધારાધોરણનો અમલ કરાયો ન હોવાનો આક્શેપ કયોૅ હતો. આ મામલો અટવાતા ઓનલાઇનની કવાયતમાં વિલંબ ઉભો થયો છે.

X
Valsad - સોફ્ટવેરના 70 લાખના બીલ ન મળતાં વિપક્ષનો ઘેરાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App