Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - નેટના અભાવે પ્રજાના કામો ખોરંભે પડે તો જવાબદારો સામે કાર્યવાહી કરાશે

નેટના અભાવે પ્રજાના કામો ખોરંભે પડે તો જવાબદારો સામે કાર્યવાહી કરાશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:05 AM

વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અનેક મુદ્દાની ચર્ચા સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ કાર્યવાહી કરવા...

  • Valsad - નેટના અભાવે પ્રજાના કામો ખોરંભે પડે તો જવાબદારો સામે કાર્યવાહી કરાશે
    વલસાડ કલેકટરે શનિવારે કલેકટર કચેરીના સભાખંડમાં મળેલી સંકલનની બેઠકમાં અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

    જિલ્લા સંકલનની બેઠકના ભાગ -1માં જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલના મામલતદાર કચેરીમાં નેટ કનેકટીવી બંધ રહેવા બાબત, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલના વલસાડ તાલુકાના પાણી પુરવઠા અને વાસ્મો યોજના હેઠળના કામોની વિગત બાબત, રોણવેલ ખાતે મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ફાળવેલી જગ્યામાંથી રસ્તો આપવા બાબત, પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇના બીલખાડીના બાકી કામ બાબત અંગે ચર્ચા કરી યોગ્ય નિકાલ લાવવા જણાવાયું હતું.

    ભાગ-2ની બેઠકમાં કલેકટર સી.આર.ખરસાણે સેવાસેતુના કાર્યક્રમના સ્થળે નેટ કનેકટીવીટી પુરતી મળી રહે અને સેવાસેતુ કાર્યક્રમના લાભો સ્થળ ઉપર જ આપવા અધિકારીઓને જણાવ્‍યું હતું. આ ઉપરાંત જિલ્લામાં કુપોષણ નિવારણ માટે જિલ્લાના તમામ અધિકારીઓને કુપોષિત બાળકો દત્તક આપીને કુપોષણમુકત બનાવવાના ભગીરથ કાર્યમાં સૌને પોતાની જવાબદારી અદા કરવા, કેન્દ્ર સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં દરેક લોકોને જોડીને સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા, રાજય સરકારની એપ્રિન્ટીસ યોજના હેઠળ વધુને વધુ બેરોજગારોને જોડવા કલેકટર સી.આર. ખરસાણે જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending