અટગામમાં સિંચાઇની દિવાલ તોડનાર કસૂરવાર, સજાનો હુકમ

ચાર વર્ષ પહેલા બનેલી ઘટનામાં વલસાડ કોર્ટનો ચૂકાદો દારૂ ભરેલી કારને આરસીસી વોલમાં અથડાવીહતી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Valsad - અટગામમાં સિંચાઇની દિવાલ તોડનાર કસૂરવાર, સજાનો હુકમ
વલસાડ નજીકના અટગામ ધોબીકૂવા તરફ જતા રોડ પર એક દારૂ ભરેલી કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી સિંચાઈ વિભાગની નહેરની કુંડીની દિવાલ તોડી પાડી હતી. જે બનાવ અંગે કારચાલક વિરૂધ્ધ સરકારી મિલ્કતને નુકસાન કરવા બાબતે ફરિયાદ નોંધાતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેની સુનાવણી શનિવારે હાથ ધરાતા કોર્ટે કારચાલકને તક્સીરવાર ઠેરવી સજા અંગેનો ચુકાદો મુલત્વી રાખ્યો છે.

બનાવની વિગત એવી છે કે, 4 વર્ષ પહેલાં ગત 18મી એપ્રીલ 2014માં અટગામ-ધોબીકૂવા તરફ જતા માર્ગ પર જીજે-15-પીપી-4981 કારમાં દમણથી વ્હીસ્કી, બિયરની નાનીમોટી દારૂની બોટલનો જથ્થો ભરી સંજય સોમા ભગરિયા(કુંકણા) રહે.માલનપાડા, નવીનગરી, ધરમપુર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે કારનો પીછો કરતાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અટગામ ધોબીકૂવા તરફ જતાં માર્ગ પર સિંચાઈ વિભાગની પાણીની નહેરની પાકી આરસીસીની ધાબાવાળી કુંડી સાથે કાર ધડાકાભેર અથડાવી હતી. જેને લઈ સરકારી મિલ્કતને નુકશાન કરી ભારતીય દંડ સંહિતાની કલમ 279,427 તથા એમવી એક્ટ 177,184 તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ-3 મુજબ શિક્ષાને પાત્ર ગુનો કર્યાનો આક્ષેપ છે. જે મામલે વલસાડ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાતા સરકારી વકીલ યોગેશ આર. પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સંજય સોમા ભગરીયાને તક્સીરવાર ઠેરવી સજા અંગે સાંભળવા મુલત્વી રાખવામાં આવ્યો હતો.

X
Valsad - અટગામમાં સિંચાઇની દિવાલ તોડનાર કસૂરવાર, સજાનો હુકમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App