ગુંદલાવ રોડ પર 1 લાખના દારૂ સાથે કાર ઝડપાઈ

વલસાડ: વલસાડ રૂરલ પોલીસની હદમાં આવતાં ગુંદલાવ રોડ પર શનિવારે સવારે આરઆર સેલ સુરતની ટીમે વાયા ખેરગામ થઈ સુરત તરફ લઈ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Valsad - ગુંદલાવ રોડ પર 1 લાખના દારૂ સાથે કાર ઝડપાઈ
વલસાડ: વલસાડ રૂરલ પોલીસની હદમાં આવતાં ગુંદલાવ રોડ પર શનિવારે સવારે આરઆર સેલ સુરતની ટીમે વાયા ખેરગામ થઈ સુરત તરફ લઈ જવાતો દારૂનો જથ્થો રૂ.1 લાખ કાર સાથે ઝડપી પાડ્યો હતો. જોકે કારચાલક પોલીસને જોઈ ભાગી ગયો હતો. સુરત આરઆર સેલની ટીમ શનિવારે સવારે 9.30 કલાકે ગુંદલાવ તરફ જતા માર્ગ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ડીએન-09-એએસ-4763ને શંકાના આધારે અટકાવવા પ્રયાસ કરતાં કારચાલક પોલીસને દૂરથી જોઈ કાર મૂકી ભાગી ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી 1436 નંગ દારૂની બોટલ રૂ.1 લાખનો જથ્થો મલી આવ્યો હતો. પોલીસે કાર સહિત દારૂનો મુદ્દામાલ રૂરલ પોલીસને સોંપી વધુ તપાસ રૂરલ પોલીસ કરી રહી છે.

X
Valsad - ગુંદલાવ રોડ પર 1 લાખના દારૂ સાથે કાર ઝડપાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App