વલસાડ પાલિકા સભ્યોનું સ્વચ્છતા ઉપર ઝાડું

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચોખ્ખા ચણાક રસ્તા પર ઝાડું ફેરવી તસવીરો ખેંચાવી દેખાડો કર્યો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Valsad - વલસાડ પાલિકા સભ્યોનું સ્વચ્છતા ઉપર ઝાડું
ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંતરગત વલસાડ શહેરના સપોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સ્વચ્છતા અભિયાન ની શરૂઆત 15મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી શહેરના નાગરિકો, સ્વ સહાય જૂથો, સાથે મળીને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીની શરૂઆત અને લોકોમાં જાગૃતિ અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

જન જાગૃતિ માટે શાળાના બાળકો દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી આકારે ફરી લોકોને સફાઈ વિષે જાગૃત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત સ્વચ્છ વલસાડના નારા સાથે રેલી નીકળી હતી. રેલીની શરૂઆત પૂર્વે સ્પોર્ટ કોમ્લેક્ષ તથા તેની આજુ બાજુના વિસ્તારોમાં સ્લમ વિસ્તારોમાં, મોગરાવાડી ઝોન ખાતે આવેલી પ્રાથમિક શાળાની આજુ બાજુના વિસ્તારમાં સ્વચ્છતાની જાગૃતિ માટે જન જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, નગર પાલિકા પ્રમુખ પંકજભાઈ આહીર, નગર પાલિકા શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી, નગર પાલિકા ઉપ પ્રમુખ ઉર્મિબેન દેસાઈ તથા નગર પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તથા સંખ્યામાં નગર જનો ઉપસ્થિત રહ્યા હતા.

શનિવારે વલસાડ શહેરમાં પાલિકાના સભ્યો અને કેટલાક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરેલી સફાઇ સ્વચ્છતા ઉપર ઝાડું જેવી જણાઇ હતી. કારણ કે ચોખ્ખા ચણાક રસ્તા ઉપર કચરો ન હોવા છતા તસવીર ખેંચાવા માટે આ શહેરી બાવાઓએ દેખાડો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

X
Valsad - વલસાડ પાલિકા સભ્યોનું સ્વચ્છતા ઉપર ઝાડું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App