તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad દેશના પરમવીરોની શૌર્યગાથા નવી પેઢીને બતાવો ઃ હર્ષલ પુષ્પકર્ણા

દેશના પરમવીરોની શૌર્યગાથા નવી પેઢીને બતાવો ઃ હર્ષલ પુષ્પકર્ણા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશની સીમાની સુરક્ષા કરનારા સૈનિક ટાઢ, તડકો અને વરસાદમાં જીવના જોખમે રાત દિવસ મથે છે તો આપણે નિરાંતે જીવીઅે છીઅે.દેશના સાચા હીરો અને પરમવીર ચક્રના અેવોર્ડથી સન્માનિત થયેલા શહીદોની શૌર્યગાથા નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે. પરમવીર ચક્ર મેડલ શું છે તે પણ દેશવાસીઅોઅે જાણવું જોઇઅે.આ શબ્દો વલસાડ રોટરી ક્લબ દ્વારા આયોજિત પરમવીર ચક્ર દશ્યશ્રાવ્ય કાર્યક્રમમાં અમદાવાદના લેખક હર્ષલ પુષ્પકર્ણાઅે ઉચ્ચાર્યા હતા.

વલસાડ અોડિટોરિયમમાં સૈનિકોની વીરગાથા રજૂ કરતા કાર્યક્રમમાં પરમવીર ચક્ર પુસ્તકના લેખક હર્ષલે દેશની આઝાદીના રખેવાળોની વીરગાથા કોઇ જાણતું નથી જેનું જ્ઞાન દરેક દેશવાસીઅોને હોવું જરૂરી હોવાનું જણાવ્યું હતું.તેમણે આઝાદી બાદ 1947માં પાકિસ્તાનના હુમલાના વીર જવાનોની કુરબાની,1965માં ચીન અને 1971માં પૂર્વ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ભારતીય જવાનોની શોર્યગાથા રજૂ કરતા દેશ માટે શહીદ થઇ ગયેલા પરમવીર ચક્રોને દર્શકોઅે તાળીના ગડગડાટથી વધાવી લીધા હતા.પરમવીર ચક્ર અેવોર્ડથી સન્માનિત થયેલા આવા 21 જવાંમર્દ શહીદો દેશનું ગૌરવ છે તેવું તેમણે ઉમેર્યું હતું.કાર્યક્રમમાં રોટરી કલબ અોફ બલસારના પ્રમુખ હિતેશ પટેલ (સિટી ઇજનેર,પાલિકા),સેક્રેટરી ડો.મહુલ ચોકસી,પ્રો.ચેરમેન ચેતન મોદી અને રો.દિપેશ શાહે કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

ચક્રની ડિઝાઇન સ્વિડીશ મહિલાઅે બનાવી હતી
હર્ષલ પુષ્પકર્ણાઅે પરમવીર ચક્રની ડિઝાઇન કોણે બનાવી તેની પણ રસપ્રદ માહિતીથી દર્શકોને વાકેફ કર્યા હતા.તેમણે કહ્યું પરમવીર ચક્રનું જે મેડલ છે તેની ડિઝાઇન કોઇ ભારતીય નહિ પરંતુ સ્વિડિશ મહિલા ઇવા મેડન્ડિસ નામની મહિલાઅે તૈયાર કરી હતી.અા વિદેશી મહિલા ભારતમાં આવી સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિથી રંગાઇ હતી.જેનું નામ સીતાબાઇ રખાયું હતું.સંસ્કૃત ભાષા,રામાયણ,ગીતા,મહાભારતનું તેણે સંપૂર્ણ અધ્યયન કર્યું હતું.

પરમવીર ચક્રમાં ઇન્દ્રના બહ્માસ્ત્રનું ચિહ્ન
પરમવીર ચક્રના મેડલમાં ચારે બાજૂ ઇન્દ્રનું બ્રહ્મ શસ્ત્રના ચિન્હો છે.ઇન્દ્રઅે રાક્ષસોનો આ શસ્ત્રથી ખાતમો બોલાવ્યો હતો.આ શસ્ત્રને પરમવીર ચક્ર મેડલ ઉપર અંકિત કરાયા છે.નેવી,અેરફોર્સ અને આર્મીની વર્દીના રંગોનું મિશ્રણ કરી પરમવીર ચક્રના મેડલને જાંબુડિયો (પર્પલ) કલર અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...