તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad અસ્થિર પુત્રએ પિતાને માથામાં લાકડા ફટકારી મોત નિપજાવ્યું

અસ્થિર પુત્રએ પિતાને માથામાં લાકડા ફટકારી મોત નિપજાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ નજીકના બીનવાડા ગામે એક અસ્થિર મગજના પુત્રએ પોતાના સગા બાપને માથામાં લાકડાના ફટકા મારી મોત નિપજાવ્યાનો બનાવ રૂરલ પોલીસ મથકે નોંધાયો છે.

બીનવાડાના અમાનપોર ફળિયામાં રહેતા જગુભાઈ પરાગભાઈ પટેલ તેમના પત્નિ શાંતિબેન, બે દિકરા મોટો હર્ષદ ઉવ.35 જે અસ્થિર મગજનો છે અને નાનો હિતેશ ઉવ.32 જે ખેતીકામ કરે છે. એક દિકરી દિપીકા જેના લગ્ન થઈ ગયા છે. ગત 22મી સપ્ટેમ્બરના રોજ રાત્રે જમી પરવારીને જગુભાઈનો પરિવાર સૂવાની તૈયારી કરતો હતો, તે દરમિયાન તેમનો મોટો દિકરો અસ્થિર મગજનો હર્ષદે અચાનક ચૂલામાં બાળવાનું એક લાકડું લઈ જ્યાં જગુભાઈ ...અનુસંધાન પાના નં.2

અસ્થિર પુત્રએ પિતાને માથામાં ખાટલામાં સૂતા હતા, ત્યાં જઈ તેમના માથામાં ફટકારતાં જગુભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. બૂમાબૂમ કરતાં હર્ષદ લાકડું લઈ ભાગી ગયો હતો. આસપાસના લોકોએ 108ને જાણ કરતાં જગુભાઈને લોહીલુહાણ હાલતમાં વલસાડ સિવિલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને ગત 30મી સપ્ટે.ના રોજ સુરત સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું હતું. જે અંગે તેમના પત્નિ શાંતિબેને પોતાના અસ્થિર મગજના દીકરા હર્ષદ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...