તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડ પાલિકાની સભાની કાર્યનોંધમાં સુધારો કરવા માગ

વલસાડ પાલિકાની સભાની કાર્યનોંધમાં સુધારો કરવા માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ પાલિકાની છેલ્લી સામાન્ય સભાની કાર્યનોંધમાં સુધારો કરવા 7 અપક્ષ સભ્યોઅે રજૂઆત કરી છે.જેમાં મહાત્મા ગાંધી લાયબ્રેરી નવી બનાવવા માટે ચર્ચા વિચારણા કર્યા વિના મંજૂર કરાયુ હોવાનું જણાવી આ કામ રદ કરવા માગ કરાઇ છે.

ગત 24 જૂલાઇઅે મળેલી સામાન્ય સભામાં ગાંધી લાયબ્રેરીનું મકાન અાધૂનિક બનાવવા માટે સરકાર દ્વારા રૂ.1.87 કરોડની ગ્રાન્ટ હેઠળના આ કામની ચર્ચા થઇ નથી પણ કાર્યનોંધમાં કામ મંજૂર બતાવવા સામે 7 અપક્ષ સભ્યોઅે પ્રમુખ પંકજ આહિર અને સીઅો જે.યુ.વસાવાને રજૂઆત કરી આ કામ રદ કરવા જણાવ્યું છે.આ ઉપરાંત કોમ્પ્યુટર કંપનીના બિલો અંગેની ચર્ચાનો ઉલ્લેખ થયો નથી તેની નોંધ લેવા, મ્યુનિસિપલ સ્કૂલમાં ફર્નિચરનું કામની ચર્ચા માટે મુલતવી રાખવા છતાં મંજૂર કરવા,વિવિધ વોર્ડમાં કામોની યાદી સભામાં ચર્ચા વિચારણા કરી નક્કી કરવાના મુદ્દે રજૂઆતો કરી દિન સાતમાં નવેસરથી કાર્યનોંધ સભ્યોને મોકલવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...