તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડના બે DySpની આસિ. કમિશ્નર તરીકે જિલ્લા બહાર બદલી

વલસાડના બે DySpની આસિ. કમિશ્નર તરીકે જિલ્લા બહાર બદલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના 3 ડીવાયઅેસપીની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. જે પૈકીના 2 ડીવાયઅેસપીની આસિ.પોલિસ કમિશ્નર તરીકે બદલી થઇ છે. ગૃહ વિભાગ દ્વારા કરાયેલી બદલીના હુકમમાં વલસાડના ડીવાયઅેસપી અેલ.બી.ઝાલાને અમદાવાદ શહેર મદદનીશ પોલીસ કમિશ્નર તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા 77 નાયબ પોલીસ અધિક્ષકોની બદલીના દૌરમાં વલસાડ જિલ્લાના 3 ડીવાયઅેસપીની પણ બદલી કરાઇ છે. જેમાં વલસાડના ડીવાયઅેસપી અેલ.બી.ઝાલાની બદલી અમદાવાદ શહેર મદદનીશ પોલીસ કમિશ્રર તરીકે કરાઇ છે. તેમની જગ્યા હજી ખાલી રહી છે. વાપીના વિભાગીય પોલિસ અધિકારી વી.અેમ.કુંપાવતની બદલી વડોદરા શહેર મદદનીશ પોલીસ કમિશ્નર તરીકે કરી તેમની જગ્યાઅે અમદાવાદ શહેર મદદનીશ પોલિસ કમિશ્નર વી.અેમ.જાડેજાને મૂકવામાં આવ્યા છે. જ્યારે વલસાડ મુખ્ય મથકના ડીવાયઅેસપી અેલ.બી.પરમારને સુરત શહેર ટ્રાફિક મદદનીશ પોલિસ કમિશ્નરનો હવાલો સોંપાયો છે. અેમના સ્થાને સુરેન્દ્ર નગરના ધ્રાંગ્રધ્રાના વિભાગીય પોલીસ અધિકારી અેમ.આર.શર્મા મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...