તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad રેલવેમાં બિનવારશી લાશના નિકાલ માટે 4 હજારનો વધારો

રેલવેમાં બિનવારશી લાશના નિકાલ માટે 4 હજારનો વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે ટ્રેક પર કપાઇ મરતા કે મૃત્યુ પામતા અજાણ્યા વ્યક્તિઅોની બિનવારસી લાશના નિકાલ માટે પશ્ચિમ રેલવે બોર્ડે રૂ.1000 થી વધારી રૂ.5000ની ફાળવણી કરી છે.જ્યારે ગુજરાતના પોલીસ તંત્રને સરકાર દ્વારા આ ખર્ચ પેટે વર્ષોથી માત્ર રૂ.250 જ ચૂકવાતા લાશના નિકાલની કામગીરી કરનાર પાલિકા કર્મીઅોને અન્યાય થઇ રહ્યો હોવાનો મુદ્દો પાલિકાના સભ્યઅે ઉઠાવ્યો છે.

રેલવે સ્ટેશન અને ટ્રેક પર ટ્રેન અડફેટે કે અકારણ મૃત્યુ પામતા અજાણ્યા વ્યક્તિઅોની બિનવારસી લાશના નિકાલ માટેના ખર્ચ પેટે રૂ.1000 મળવાપાત્ર હતા. હવે પશ્ચિમ રેલવે બોર્ડ દ્વારા હાલમાં આ રકમમાં રૂ.4000 વધારો કરી રૂ.5000 કરવાનો પરિપત્ર દરેક રેલવે પોલીસ મથકોને પહોંચાડી દેવાયો છે. સ્મશાન ગૃહ સુધી પહોંચાડવાની કામગીરી માટે રોકાતા કર્મચારીઅોને નજીવી રકમ મળતી હતી. રેલવે તંત્રઅે આ ખર્ચ માટે રૂ.5 હજાર મંજૂર કરતા પ્રશ્ન ઉકેલાયો છે. પરંતુ ગુજરાત રાજ્યમાં જે તે પોલીસ મથકમાં નોંધાતી બિનવારસી લાશના નિકાલ માટે માત્ર રૂ.250ની જ મર્યાદાને લઇ પાલિકા કામદારોમાં અોછાં મહેનાતાણાની ફરિયાદો ઉઠી છે. લાશના નિકાલ માટે પોલીસ તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ પાલિકાના કર્મચારીઅોને રૂ.35 ચૂકવાતા હતા, ત્યારબાદ તેમાં વધારો કરી 250 કરાયા હતા. જે આજે પણ ચાલૂ રહેતા પાલિકાના કર્મચારીઅોને ભારે અન્યાય થતો હોવાની ફરિયાદ સાથે આ રકમમાં વધારો કરી રેલવેની જેમ પોલીસ તંત્રમાં પણ 5 હજાર મંજૂર કરવા પાલિકા સભ્ય પ્રવિણ કચ્છીઅે CMને કરી છે.

250માં કર્મચારી દીઠ માત્ર રૂ.50 હાથમાં આવે
પોલીસ મથકોમાં નોંધાતી બિનવારસી લાશના નિકાલ માટે જે તે નગરપાલિકાના કર્મચારીઅોને કામગીરી સોંપવામાં આવે છે.જે માટે પાલિકા 4 થી 5 કર્મચારી મોકલે છે.જેમને મહેનતાણાંરૂપે પોલીસ દ્વારા સરકાર મારફત ચૂકવાતા ખર્ચ પેટે રૂ.250 આપવામાં આવે છે.જેમાંથી કર્મીદીઠ રૂ.50 હાથમાં આવે છે.

સફાઇ કર્મીઓ લાશને સિવિલ સુધી પહોંચાડે છે
ઘણીવાર ફુલીને ડીફોર્મ્ડ થઇ ગયેલી લાશ તેમજ ટ્રેક પર કપાઇને માંસના ટૂકડાની હાલતમાં મળતા મૃતદેહોને મહામુસીબતે પીઅેમ માટે સિવિલ સુધી પહોંચાડવા,વાલીવારસો ન મળે ત્યાં સુધી કોલ્ડરૂમમાં રાખવા અને પછી તેને પાલિકા કર્મીઅો મારફત સ્મશાન સુધી પહોંચાડવાની કપરી કામગીરી પોલીસ તંત્રને કરવી પડે છે. પ્રવિણ કચ્છી, કાઉન્સિલર, વલસાડ

અન્ય સમાચારો પણ છે...