• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - માનિસક બીમારીમાં વલસાડના કોન્ટ્રાક્ટરની પત્નીએ ફાંસો ખાધો

માનિસક બીમારીમાં વલસાડના કોન્ટ્રાક્ટરની પત્નીએ ફાંસો ખાધો

એકનો એક પુત્ર ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા ગયો હતો પોતાના બેડરૂમનો દરવાજો લોક કરી પંખા સાથે લટકી ગઈ

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:36 AM
Valsad - માનિસક બીમારીમાં વલસાડના કોન્ટ્રાક્ટરની પત્નીએ ફાંસો ખાધો
વલસાડના પોશ એરિયામાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરનારની પત્નીએ પોતાના જ ઘરમાં તેમના રૂમમાં પંખાના હુકની સાથે ઓઢણી બાંધી મોતને વહાલું કર્યું હતું. માનસિક બિમારીને લઈ આ પગલું ભર્યું હોવાનું તેના પતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું, જો કે, વધુ પોલીસ તપાસ બાદ જ આપઘાતનું મૂળ કારણ બહાર આવશે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ વલસાડના તિથલરોડ પર કોલેજ તરફ જતા માર્ગ પર આવેલા ઉર્મી એપાર્ટમેન્ટના 202નંબરના ફ્લેટમાં વિકેન સુરેશ નાયક પોતાની પત્ની દીપ્તી અને પિતાજી સાથે રહે છે. તે કન્સ્ટ્રક્શનનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો છે, જે ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ કરવા ગયો છે. વિકેનની 49 વર્ષીય પત્ની દીપ્તી માનસિક બિમારીથી પીડાતી હોવાથી તેને સુરતના એક તબીબની દવા પણ ચાલતી હતી.

વિકેન નાયક શનિવારે સવારે 10:30 કલાકે નવસારી કામ પર ગયા હોવાથી હતા. જે સાંજે 7:15 કલાકે ઘરે પરત ફર્યા હતા. વિકેને પિતાને પૂછ્યું કે, દીપ્તી ક્યાં છે તો તેઓએ જણાવ્યું કે, રૂમમાં આરામ કરતી હશે. વિકેને દીપ્તીનો રૂમ બહારથી ખટખટાવ્યો પણ અંદરથી કોઈ જવાબ ન આવતાં વિકેને બીજી ચાવીથી રૂમનો લોક ખોલતાં દીપ્તી પંખાના હુક સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. વિકેને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેઓએ દીપ્તીને નીચે ઉતારી બાજુના એપાર્ટમેન્ટમાં રહેતા ડો.ગુમાનસિંહને ફોન કરાવી બોલાવી દીધા હતા. ડોક્ટરે ચેક કરતાં દીપ્તી મોતને ભેટી હોવાનું જણાયું હતું. વિકેને આ અંગે સિટી પોલીસમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાવતાં પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. હાલમાં આપઘાતનું પ્રાથમિક કારણ માનસીક બીમારી હોવાનું જાણવા મળ્યું છે.

X
Valsad - માનિસક બીમારીમાં વલસાડના કોન્ટ્રાક્ટરની પત્નીએ ફાંસો ખાધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App