Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - વલસાડ કાંઠાના ગામોને દમણગંગા નદીનું પાણી મળશે

વલસાડ કાંઠાના ગામોને દમણગંગા નદીનું પાણી મળશે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:36 AM

Valsad News - મંત્રી કુંવરજી બાવળિયાની ખાતરી આપી, સર્કિટ હાઉસમાં 3 જિલ્લાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક

 • Valsad - વલસાડ કાંઠાના ગામોને દમણગંગા નદીનું પાણી મળશે
  વલસાડમાં કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં આવેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવ‌ળિયા સમક્ષ આગેવાનો અને ધારાસભ્ય દ્વારા કાંઠાના ગામોમાં પીવાના પાણીની તીવ્ર તંગી દૂર કરવા માગ કરી હતી.આ મુદ્દે પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં મંત્રીએ દમણગંગા નદીમાંથી પાણી લાવવા પ્રોજેકટ તૈયાર કરવા,આડબંધ બનાવવા વલસાડ સર્કિટ હાઉસમાં વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ ગોઠ‌વી છે અને ઉનાળા પહેલા કામો હાથ ધરાય તેવી ખાત્રી આપી હતી.

  કોળી સમાજના તેજસ્વી તારલાં સન્માન સમારંભમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને સમાજ અગ્રણી બિપીનભાઇ પટેલે વલસાડના કાંઠાના ગામોમાં દરિયાઇ ખારાશના કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા રજૂ કરી હતી.ઉનાળામાં તો ભારે તંગીથી લોકોને અને ખેતી માટે પણ પાણી મળતું નથી તેવું જણાવતાં કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કુંવરજી બાવળિયાએ ખાત્રી આપતા કહ્યું કે,દરેક ગામમાં પીવાનું પાણી મળી રહે તે માટે તાજેતરમાં ગુજરાત આવી ગયેલા પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજયરૂપાણી સાથે ચર્ચા થઇ હતી. તે માટે કાકરાપાળનુું પણ પાણી મળી રહે,ઉપરાંત અહિં દમણગંગાનું દરિયામાં વહી જતું પાણી અટકાવવા નદી પર આડબંધ બાંધવા અને છેવાડાના કે કાંઠાના દરેક ગામો સુધી અને દરેક આવાસોને પાણી મળે તે માટે યોજના તૈયાર કરી રહ્યા છીએ.વલસાડ સર્કિટ હાઉસમાં વલસાડ,નવસારી અને ડાંગ જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવ્યા છે.તેમની સાથે મીટિંગમાં આ અંગે સમીક્ષા કરી દમણગંગાનું પાણી મળે તેવું ઉનાળા પહેલા જ આયોજન થઇ જાય તેવા પ્રયાસની ખાતરી આપી હતી.

  વેટરીનરી તબીબોની ભરતી પ્રક્રિયા ચાલુ

  વલસાડ જિલ્લામાં પશુ દવાખાનાઓમાં વેટરીનરી તબીબોનો સદંતર અભાવ હોવા મુદ્દે મંત્રીએ જણાવ્યું કે,તબીબોની ભરતી માટેની પ્રક્રિયા ચાલૂ છે.ખાલી જગ્યાઓ ભરી દેવા તૈયારી કરાઇ છે.પશુપાલન માટે વ્યાજ વિનાની યોજનાઓ અમલમાં છે તેનો લાભ લેવા તેમણે ભાર મૂક્યો હતો.

  નદીઓ ઊંડી કરી આડબંધ માટે સિંચાઇ વિભાગ સાથે સંકલન

  સન્માન કાર્યક્રમમાં કોળી અગ્રણી ગજાનંદ પટેલે પાણીની સમસ્યા દૂર કરવા વલસાડની નદીઓ ઊંડી કરવા રજૂઆત કરતા મંત્રી બાવળિયાએ પત્રકારોને જણાવ્યું કે, સિંચાઇ વિભાગ સાથે સંકલન કરી બેઠક લેવાશે.નદીઓ પર આડબંધ બાંધી જળસંચય કરી પાણીનો પુરવઠો તમામને મળે તેવું આયોજન કરાશે.મીટિંગ આજકાલમાં જ ગાંધીનગરમાં મળશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ