• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વીજ જોડણના ખોટા પંચનામામાં બે તલાટી સામે કાર્યવાહી કરવા માગ

વીજ જોડણના ખોટા પંચનામામાં બે તલાટી સામે કાર્યવાહી કરવા માગ

બોદલાઇ-ભૂતસર ગામે વીજ કંપનીએ પોલ નાખી દીધા હતા

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:35 AM
Valsad - વીજ જોડણના ખોટા પંચનામામાં બે તલાટી સામે કાર્યવાહી કરવા માગ
વલસાડના બોદલાઈ-ભૂતસર ગામે ખેડૂતની જમીનમાં વીજ કંપનીએ ખોટી રીતે થાંભલા ફીટ કરી દેતાં રોણવેલ વીજ કચેરીએ લેખિત રજૂઆત કરી થાંભલા દૂર કરવા જણાવ્યું હતું. જો કે, વીજજોડાણ મેળવનારાઓએ ખોટું પંચનામું બનાવી વીજ કચેરીમાં રજૂ કરી વીજ જોડાણ મેળવતાં ખેડૂતે વાંધો ઉઠાવી ગેરકાયદે ખોટું પંચનામું બનાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, કલેક્ટર, એસપી સહિત અનેક વિભાગમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. 3 મહિના બાદ ફરી તલાટીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

બોદલાઈ ગામે સર્વે નં. 59 ક્ષેત્રફળ 1-38-51 ચોમી આવેલી વડિલોપાર્જીત ખેતીની જમીનમાં ગામના તલાટી શ્રેણીક ગુજ્જર અને કપરાડાના તલાટી દિવ્યેશ દોડિયાએ મિલીભગતમાં ખોટીરીતે પંચનામુ કરી જીઈબીના વીજપોલ નાંખવા સ્થળ ચકાસણી કર્યા વગર સહી કરી દીધી હતી. જે બાબતે અરજદાર મહેશ દોઢિયાએ વહીવટીતંત્રનું ધ્યાન દોરવા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. છતાં આ ઘટનાને ત્રણ માસ વીતી જવા છતાં કોઈ નિવેડો ન આવતા ફરીવાર ડીડીઓ, કલેક્ટર, ટીડીઓ, મુખ્યમંત્રી અને ગ્રામ વિકાસ નિગમ ગાંધીનગરને આ બંને તલાટીઓ વિરૂધ્ધ કાયદેસરના પગલાં ભરવા લેખિત રજૂઆત કરી છે.

X
Valsad - વીજ જોડણના ખોટા પંચનામામાં બે તલાટી સામે કાર્યવાહી કરવા માગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App