Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - વલસાડના ગોરગામનો 15 વર્ષીય કિશોર લેપ્ટોના ભરડામાં

વલસાડના ગોરગામનો 15 વર્ષીય કિશોર લેપ્ટોના ભરડામાં

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:35 AM

ધીરે ધીરે માથું ઉચકતા લેપ્ટોનો જિલ્લામાં આ ત્રીજો કેસ

  • Valsad - વલસાડના ગોરગામનો 15 વર્ષીય કિશોર લેપ્ટોના ભરડામાં
    વલસાડ નજીકના ગોરગામના એક 15 વર્ષીય કિશોરને લેપ્ટો.ના લક્ષણો દેખાતા તેને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનો રિપોર્ટ લેપ્ટો પોઝિટીવ આવતાં તેને સ્પેશિયલ વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. જિલ્લામાં આ ત્રીજો કેસ લેપ્ટોનો નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

    દર ચોમાસામાં લેપ્ટો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવતો રહે છે. જો કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી આરોગ્ય વિભાગની ચોક્સાઈ અને તમામ પ્રકારની સવલતો ઉપરાંત તેને નાબુદ કરવાની હિલચાલને પગલે લેપ્ટો. હવે દક્ષિણ ગુજરાતમાં નહિવત કેસમાં જોવા મળી રહ્યો છે. હાલમાં વલસાડ નજીકના ગોરગામના એક ફળિયામાં રહેતો 15 વર્ષીય કિશોર તાવમાં સપડાતાં તેને તાત્કાલિક ગત 6 નવે.એ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં તેના રિપોર્ટ લેવામાં આવતાં પોઝિટીવ આવતાં તેને સ્પેશ્યલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન લેપ્ટો. ધીરે ધીરે માથું ઉચકી રહ્યો હોય તેવું ઝણાઈ રહ્યું છે. જેને પગલે જિલ્લા આરોગ્ય વિભાગમાં હરકતમાં આવી ગયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ