હાર્ટ ફેલમાં 1 મિનીટમાં 100 વાર પંપ કરો

ભાસ્કર િવશેષ | વલસાડના તરણકુંડમાં તરવૈયાઓને ચેસ્ટ ઓન્લી ક્રોમ્પેશન અંગે માહિતગાર કરાયા

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:35 AM
Valsad - હાર્ટ ફેલમાં 1 મિનીટમાં 100 વાર પંપ કરો
માણસને કોઈપણ સ્થળે, સમયે કે જતા- આવતાં, ચાલતાં કે કંઈક પ્રોબ્લેમ કે ચક્કર આવતાં બેહોશ થઈ જાય છે. તાત્કાલિક તેને બચાવવાના પ્રયત્નો હાથ ધરતા હોય છે. જેમાં 108 કે કોઈ ડોક્ટર આવે તે પહેલાં શું કરવું જોઈએ, તે અંગે એક નાનકડો ડેમો વલસાડના તરણકુંડ ખાતે રવિવારે સવારે તરવૈયાઓને લાઈવ બતાવાયો હતો.

વલસાડ એનેસ્થેટીસ્ટ એસો.ના ડો.સંદીપ દેસાઈએ કાર્ડિયો પ્લમોનરી રીસ્કશોટેશન (સીપીઆર) હ્રદય બંધ પડી જાય ત્યારે ‘સીઓએલ’ ચેસ્ટ ઓન્લી ક્રોમ્પેશન અંગેનો લાઈવ ડેમો તરણકુંડ ખાતે ઉપસ્થિત તરવૈયાઓને બતાવ્યો હતો. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે, પ્રથમ દર્દીને નીચે જમીન પર સીધા સૂવાડી દેવા જોઈએ. ત્યારબાદ બે હાથ વડે તેને છાતી ઉપર બે નીપલની વચ્ચેના ભાગે ક્રોમ્પેસ આપી દબાવવું જોઈએ. 1 મિનીટમાં 100વાર પમ્પીંગ કરવું જોઈએ. ઉપરાંત તેના ગળાની બાજુમાં કે હાથની નસ ચેક કરી ધબકારા ચાલે છે કે કેમ, તે પહેલાં તપાસી લેવું જોઈએ. જીવનના ‘ગોલ્ડન ટાઈમ’ની રસપ્રદ માહિતી આપતાં ડો.દેસાઈએ વધુમાં જણાવ્યું કે, 108 સેવા અને નજીકના તબીબને આવતાં થોડીવાર તો લાગે જ છે, પરંતુ આ તરકીબ અજમાવતાં આવડે તો આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ. આ એક સાદી અને સરળ પદ્ધતિ છે. તેમાં કોઈપણ પ્રકારનું રિસ્ક નથી. જો આ રીતે દર્દીને ફરીથી બેઠો કરી શકાય તો, તેના પરિવાર માટે તો એક અમૂલ્ય પ્રસંગ બની જાય છે. લાઈવડેમો દરમિયાન ડો.મહેશ દેસાઈ, ડો.બીપીન વશી સહિત અનેક વકીલો, બિઝનેસમેન, શિક્ષકો, યુવાનો અને યુવતીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

X
Valsad - હાર્ટ ફેલમાં 1 મિનીટમાં 100 વાર પંપ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App