• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad જિલ્લામાં18 વર્ષ પૂર્ણ કરતા 40 હજાર યુવા મતદારોનો લક્ષ્યાંક

જિલ્લામાં18 વર્ષ પૂર્ણ કરતા 40 હજાર યુવા મતદારોનો લક્ષ્યાંક

Valsad - જિલ્લામાં18 વર્ષ પૂર્ણ કરતા 40 હજાર યુવા મતદારોનો લક્ષ્યાંક

DivyaBhaskar News Network

Sep 08, 2018, 03:20 AM IST
વલસાડ જિલ્લામાં આગામી દોઢ માસ સુધી મતદારોની નોંધણી કરવા અને તેની સાથોસાથ મતદારયાદીમાં સુધારો કરવા માટેની પ્રક્રિયાનો આરંભ કરાયો છે.જિલ્લામાં મતદારયાદીની સુધારણા કાર્યક્રમ દરેક તાલુકા સ્થળે શરૂ કરવામાં આવ્યો હોવાનું કલેકટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

કલેકટર સી.આર.ખરસાણે શુક્રવારે સાંજે બોલાવેલી પત્રકાર પરિષદમાં જિલ્લામાં શાળા અને કોલેજોમાં ભણતા 18થી 19 વર્ષના નવા યુવા મતદારોની નોંધણી કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે તેવું જણાવ્યું હતું. જેમાં ભાવિ મતદારો લોકશાહીના સૌથી મહત્વના મતાધિકારનો ઉપયોગ કરી શકશે તે માટે જિલ્લામાં અંદાજિત 30 થી 40 હજાર નવા યુવા મતદારોની નોંધણીનો લક્ષ્યાંક હોવાનું તેમણે ઉમેર્યું હતું.નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે બીએલઓ ઘરે ઘરે જઇને ફોર્મ સ્વીકારશે.16 અને 30 સપ્ટેમ્બર તથા 14 ઓકટોબરે આવતા રવિવારના દિવસોએ દરેક બીએલઓ પોતાના મતદાન મથકોએ પહોંચી નવા નામની નોંધણી,નામ કમી કરવા,સરનામુ બદલવા, વિધાનસભા મતદાર વિભાગ બદલવા જેવા કામો માટે ફોર્મ ભરાવશે તેવું કલેકટરે જણાવ્યું હતું.1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી દરેક તાલુકામથકે મામલતદાર કચેરી,પ્રાંત અધિકારી કચેરી અને કલેકટર કચેરીએ પણ મતદાર યાદીના સુધારા માટેની કામગીરી કરાશે.પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હાજર રહ્યા હતા.

ગ્રામસભા અને શહેરોમાં વોર્ડવાર મતદારયાદીનું વાંચન

કલેકટર ખરસાણે જણાવ્યું કે,આ વખતે મતદાર યાદીમાં નામ છે કે નહિ,તેમાં કોઇ સુધારો કરવાનો હોય તો પણ મતદારોને જાણકારી મળે તે માટે તાલુકાના દરેક ગામોમાં ગ્રામસભામાં મતદાર યાદીનું વાંચન કરાશે.શહેર વિસ્તારોમાં દરેક વોર્ડમાં મતદાર યાદી વાંચન માટે કાર્યક્રમ કરાશે.

X
Valsad - જિલ્લામાં18 વર્ષ પૂર્ણ કરતા 40 હજાર યુવા મતદારોનો લક્ષ્યાંક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી