• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - ધરમપુરમાં શિક્ષણ સમિતિના ચેરમેને શાળાની મુલાકાત લીધી

ધરમપુરમાં શિક્ષણ સમિતિના ચેરમેને શાળાની મુલાકાત લીધી

ધરમપુર| વલસાડ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના નવા વરાયેલા ચેરમેન મોટીકોરવળ જી.પ. બેઠકના મહિલા સભ્ય નિર્મળાબેન...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 03:20 AM
Valsad - ધરમપુરમાં શિક્ષણ સમિતિના ચેરમેને શાળાની મુલાકાત લીધી
ધરમપુર| વલસાડ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના નવા વરાયેલા ચેરમેન મોટીકોરવળ જી.પ. બેઠકના મહિલા સભ્ય નિર્મળાબેન કેશવભાઈ જાદવે અંતરીયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાત હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી ધરમપુર, કપરાડાના અંતરિયાળ અને મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા ગામોની પ્રાથમિક શાળાઓના જર્જરિત બનેલા મકાનોને ઉતારી નવા મકાનો, ઓરડાઓ માટે માંગ ઉઠી છે. તાજેતરમાં વલસાડ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પદે વરણી થયેલા એવા ધરમપુરના મોટીકોરવળ બેઠકના જી.પ. સભ્ય નિર્મળાબેન જાદવે અંતરિયાળ વિસ્તારના હનમતમાળ, સોનદર, ગુંદીયા, ખડકી, ભવાડા સહિતના ગામોની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ જર્જરિત મકાનો, શૌચાલય, કલાસરૂમનું નિરીક્ષણ કરવાની સાથે SMC સભ્યો, વાલીઓ, સરપંચો સાથે સંકલન કરી ઠરાવો માંગી સમસ્યાના નિરાકરણ માટે ખાતરી આપી હતી.

X
Valsad - ધરમપુરમાં શિક્ષણ સમિતિના ચેરમેને શાળાની મુલાકાત લીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App