Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - ખેડૂતોના દેવામાફી માટે મંજૂરી વિના ધરણાં કરનારા કોંગ્રેસીઓને પોલીસે ઊઠાડી મૂક્યાં

ખેડૂતોના દેવામાફી માટે મંજૂરી વિના ધરણાં કરનારા કોંગ્રેસીઓને પોલીસે ઊઠાડી મૂક્યાં

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:20 AM

  • Valsad - ખેડૂતોના દેવામાફી માટે મંજૂરી વિના ધરણાં કરનારા કોંગ્રેસીઓને પોલીસે ઊઠાડી મૂક્યાં

    સભા સરઘસબંધીનું જાહેરનામુ અને પરવાનગી વિના બેસતા પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ચકમક

    છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ દ્વારા વિરોધપ્રદર્શન શરૂ થયા છે. શુક્રવારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના દેવા માફી,યુવાનોને રોજગાર, રાજદ્રોહનો ગુનો દૂર કરવા, વીજળી સહિતના મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લેવા કલેકટર કચેરી સામે ગેટ પાસે ધરણાં અને વિરોધપ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યાલયથી હાથમાં પ્લેકાર્ડ, સૂત્રોચ્ચારો સાથે રેલી આકારે નિકળેલા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો કલેકટર કચેરીએ સવારે 11 વાગ્યે આવ્યા બાદ ધરણા પર બેસવા જતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો,.હાલમાં તહેવારોના દિવસોને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભા સરઘસબંધી જેવા મુદ્દે જાહેરનામુ અમલમાં હોવા છતાં ધરણાં કાર્યક્રમ માટે કોઇ પરવાનગી નહિ લેવાના મામલે પોલીસ સાથે સંઘર્ષનો માહોલ ખડો થઇ ગયો હતો. જો કે છેવટે કોંગ્રેસે કલેકટર કચેરીએથી પરત થઇ રેલી આકારે ફરીથી જિ.કોંગ્રેેસ કાર્યાલય પર ધરણાં કરવાની નોબત આવી હતી.

    વલસાડ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસે સૂત્રોચાર કરી ધરણા કરવાનો પ્રયાસ કર્યો હતો.

    શાંતિપૂર્વક ધરણાં કરીએ છીએ તેમાં વાંધો શું?

    કોંગ્રેસના નેતા ગૌરવ પંડ્યા, જિ.પ.વિપક્ષ નેતા ભોલા પટેલ,જિ.પ્રમુખ દિનેશ પટેલ,પૂર્વ પ્રમુખ કિશન પટેલ, જયશ્રી પટેલ અને કોંગ્રેસ કાર્યકરો સાથે પોલીસની જીભાજોડી શરૂ થઇ ગઇ હતી. ગૌરવ પંડ્યાએ પોલીસને રોષ પૂર્વક પ્રશ્ન કર્યો કે,શાંતિપૂર્વકના ધરણાં કાર્યક્રમ છે તેમાં તમને વાંધો શું છેω કોંગ્રેસના નેતાઓએ દલીલ કરવા છતાં જાહેરનામુ અમલમાં છે અને પરવાનગી પણ લેવામાં આવી નથી તેવું જવાબ આપ્યો હતો.

    અહિંથી ન ઉઠો તો પગલાં લેશું, પોલીસ ચીમકી

    કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો કલેકટર કચેરીએ ધરણાં પર બેસી ગયા ત્યારે પોલીસે પહેલા સમજાવટ કરી પરંતુ તેમ છતાં ત્યાંથી કાર્યકરો ઉઠ્યા ન હતા. છેવટે પોલીસે એકશન લેવાની ચીમકી આપતા કોંગ્રેસે ધરણાંની જગ્યા બદલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં જ ધરણાં કાર્યક્રમ યોજવો પડ્યો હતો.

    વિરોધનો વિરોધ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending