ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી દંપતીને બદનામ કરવાનો કારસો

હાલમાં સોશ્યીયલ મીડિયાના વળગણને લઈ કેટલાય નિર્દોષ લોકોને બદનામ કરવાના કાવતરા ઘડાઈ રહ્યા છે. જેનો ભોગ વલસાડનું એક...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 03:20 AM
Valsad - ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી દંપતીને બદનામ કરવાનો કારસો
હાલમાં સોશ્યીયલ મીડિયાના વળગણને લઈ કેટલાય નિર્દોષ લોકોને બદનામ કરવાના કાવતરા ઘડાઈ રહ્યા છે. જેનો ભોગ વલસાડનું એક દંપતી બનતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. સિટી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ બાદ આરોપીને ઝ઼ડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

બીલીમોરાના ગણદેવીનો સંતોષ મગન નિયારણેએ વલસાડના એક દંપતીને પોતાની જાળમાં ફસાવી તેઓને સમાજમાં બદનામ કરવાનું કાવતરૂ ઘડ્યું હતું. જેમાં ભેજાબાજ સંતોષે એક એક ફેસબુક એકાઉન્ટ બનાવી દંપતી સાથે એક અજાણી છોકરીના ફોટો તેમજ તેની પત્ની સાથે તેના દોસ્તનો ફોટો અપલોડ કરી દીધો હતો. આવા ફેક ફેસબુક એકાઉન્ટથી હતપ્રત થઈ ગયેલા આ દંપતીએ પોલીસ મથકે પહોંચી પોતાની આપવીતી વર્ણવી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર સંતોષ મગન નિયારણે વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં આ બનાવની વધુ તપાસ પીઆઈ એન.કે.કામળીયા કરી રહ્યા છે.

X
Valsad - ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી દંપતીને બદનામ કરવાનો કારસો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App