Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - સમાજના નબળાવર્ગના લોકોને પગભર કરવા જોઈએ : યોગેશરત્નજી

સમાજના નબળાવર્ગના લોકોને પગભર કરવા જોઈએ : યોગેશરત્નજી

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:20 AM

વલસાડમાં પર્યુષણ પર્વનો પ્રારંભ , મોટાબજાર સ્થિત કોઠારી ઉપાશ્રય ખાતે મુનિવરોએ પર્યુષણ પર્વનો મહિમા સમજાવ્યો ...

  • Valsad - સમાજના નબળાવર્ગના લોકોને પગભર કરવા જોઈએ : યોગેશરત્નજી
    પર્વાધિરાજ પર્યુષણનો ગુરૂવારથી મંગલ પ્રારંભ થઈ ગયો છે. ગુરૂવારે વલસાડના મોટાબજાર સ્થિત કોઠારી ઉપાશ્રય ખાતે પધારેલા જૈન મુનિવરોએ પર્યુષણ પર્વનો મહિમા સમજાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન પરિવારજનો ઉમટ્યા હતા.

    પર્યુષણના પ્રથમદિને કોઠારી ઉપાશ્રય ખાતે મોટીસંખ્યામાં ઉમટેલા શ્રાવકોને પાંચ કર્તવ્ય કયા કયા છે, તેની માહિતી આપતા મુનિ યોગેશરત્ન વિજયજીએ જણાવ્યું કે, પ્રથમ કર્તવ્યમાં અમારી પ્રવર્તના છે. જેમાં કોઈપણ સજીવસૃષ્ટીના જીવને મારવા નહીં. તેમની રક્ષા કરવી જોઈએ. બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિમાં સમાજમાં જે નબળાવર્ગના લોકો છે, તેઓને પગભર કરવા જોઈએ. ત્રીજું કર્તવ્યએ ક્ષમાપના જેમાં જાણે અજાણે કોઈની સાથે પણ મનદુ:ખ થયું હોય, કંઈ વધારે બોલાઈ ગયું હોય તેઓની માફી માગી મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા માગવી જોઈએ. ચોથાકર્તવ્યમાં અઠ્ઠમનો તપ જેમાં આઠ દિવસના ઉપવાસમાં ત્રણ દિવસ તો ફરજિયાત ઉપવાસ કરવા જોઈએ. જ્યારે પાંચમા કર્તવ્યમાં શહેરના તમામ દેરાસરોમાં જઈ જુહાર કરવા દર્શન કરવા જોઈએ. પ્રથમ દિવસના ‌વ્યાખ્યાનમાં શ્રાવકો મોટીસંખ્યામાં પધાર્યા હતા.

    પર્યુષણ પર્વનો બીજો દિવસ

    વલસાડના મોટાબજાર સ્થિત કોઠારી ઉપાશ્રયમાં જૈન મુનિઓએ પર્યુષણ મહિમા સમજાવ્યો હતો.

    આજે કલ્પસૂત્ર વહોરવાની બોલી

    કોઠારી ઉપાશ્રય ખાતે રોજ મુનિવરોનો સત્સંગ પણ યોજાય છે. શનિવારે યોજાનાર વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વહોરવાની તથા જ્ઞાનપૂજાની બોલી બોલાશે.ઉપરાંત ઘોઘારી સંઘની પણ બોલી બોલાશે. રવિવારે સવારે 8:30ના વ્યાખ્યાનમાં જ્ઞાનપૂજા સાથે કલ્પસૂત્ર વહોરવાની વિધી બાદ વ્યાખ્યાન યોજાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending