વલસાડ મોગરાવાડીમાં યુવકે પંખા પર લટકી આપઘાત કર્યો

Valsad - વલસાડ મોગરાવાડીમાં યુવકે પંખા પર લટકી આપઘાત કર્યો

DivyaBhaskar News Network

Sep 08, 2018, 03:20 AM IST
વલસાડ | મોગરાવાડી ઈસ્ટમાં એક ફ્લેટમાં રહેતો યુવાન કોઈ અગમ્ય કારણોસર પંખાના હૂક સાથે લટકી ફાંસો ખાઈ મોતને ભેટ્યો હતો. જે અંગે રેલવે પોલીસમાં નોંધ થતાં તપાસ ચાલી રહી છે. મોગરાવાડીના આશામૂર્તિ પેલેસમાં ફ્લેટ નં.202માં રહેતો રામકુમાર વિજયસિંહ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ પંખાના હૂક સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધો હતો. આસપાસના લોકોએ તેને રેલવે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ફરજ પરના તબીબ ડો.પ્રજ્ઞા કાકડેએ તેને મૃત જાહેર કરતાં રેલવે પોલીસમાં જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.

X
Valsad - વલસાડ મોગરાવાડીમાં યુવકે પંખા પર લટકી આપઘાત કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી