• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડમાં ચીકનના વેપારી પર હુમલો કરનારના જામીન નામંજૂર

વલસાડમાં ચીકનના વેપારી પર હુમલો કરનારના જામીન નામંજૂર

વલસાડ | વલસાડમાં રાખોડિયા ત‌ળાવ જલારામ મંદિર નજીકથી મોપેડ લઇને પસાર થઇ રહેલા સના ચિકનના વેપારી સાજીદ શેખ પર ગત...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 03:20 AM
Valsad - વલસાડમાં ચીકનના વેપારી પર હુમલો કરનારના જામીન નામંજૂર
વલસાડ | વલસાડમાં રાખોડિયા ત‌ળાવ જલારામ મંદિર નજીકથી મોપેડ લઇને પસાર થઇ રહેલા સના ચિકનના વેપારી સાજીદ શેખ પર ગત વર્ષે લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારથી થયેલા હુમલા કેસમાં આરોપીઓ વિરૂધ્ધ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.જેમાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફ પીસી સહિત 5 થી 6 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો આરોપી ધર્મેશ ઉર્ફ પિન્ટુને ગત અઠવાડિયે પોલીસે વલસાડ કોર્ટ પાસેથી ઝડપી લીધો હતો.આ આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ ભરત પ્રજાપતિએ રજૂ કરેલી દલીલ ગ્રાહ્ય રાખી બીજા એડહોક સેશન્સ જજ બી.એલ.ચોઇથાણીએ ગંભીર ગુનાના આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

X
Valsad - વલસાડમાં ચીકનના વેપારી પર હુમલો કરનારના જામીન નામંજૂર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App