• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેક્ટ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેક્ટ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેકટના ઉદઘાટનનો એક કાર્યક્રમ નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી 300થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં 264 જેટલી મહિલાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શક્તિ પ્રોજેકટના કાર્યક્રમને આવકાર્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા પ્રભારી આશાબેન દુબે, પ્રભા વલસાડિયા (મહિલા પ્રમુખ), જ્યોતિ દેસાઈ, રૂખસાના કાદરી, હેમા રાઠોડ તેમજ જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...