તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ જિલ્લા કોંગ્રેસ સંગઠનના નવા પ્રમુખની વરણી

વલસાડ જિલ્લા કોંગ્રેસ સંગઠનના નવા પ્રમુખની વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ | ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ સંગઠન પ્રમુખની નવી નિમણૂક કરી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહેલા કિશનભાઈ પટેલને હટાવી તેની જગ્યાએ વલસાડ જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે દિનેશભાઇ ભણાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. દિનેશભાઇ પટેલ ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયતના 10 વર્ષ સુધી ઉપસરપંચ તરીકે સેવા આપી ચુક્યા છે. જેઓ છેલ્લા આઠ વર્ષથી વલસાડ જિલ્લા સંગઠન બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.સાથો સાથ સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.વલસાડ જિલ્લા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ તરીકે દિનેશ પટેલની નિમણૂકના સમાચાર વલસાડ જિલ્લામાં પવન ગતિએ ફરી વળતા કોંગ્રેસી કાર્યકર્તા અને હોદ્દેદારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...