તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ મગોદ ડુંગરી ખાતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

વલસાડ મગોદ ડુંગરી ખાતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલ મગોદ ડુંગરી ખાતે રાધાકૃષ્ણ મંદિર ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ શ્રાવણ સુદ એકમ થી અખંડ ભજન કીર્તન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આઠમના રોજ મગોદ ડુંગરી ગામ ખાતે લાલજી મહારાજની પાલખીનું ગામના દરેક ઘરોમાં સ્વાગત કરાવી પરત મંદિરે લાવવામાં આવે છે. ગામના લોકો ભેગા થઇ મંદિર પાસે બાંધવામાં આવેલી મટકીને ગામના યુવાનો દ્વારા ફોળવામાં આવેલ છે. માચ્છીમારી કરતા સાગર ખેડુઓ દરિયામાં માચ્છીમારી કરવા જતા હોવાથી 15 દિવસ પહેલા જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...