તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ તાલુકાના મેહ ગામમાં રહેતી ક્રિષ્ના ઈશ્વરભાઈ પટેલ શનિવારે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ તાલુકાના મેહ ગામમાં રહેતી ક્રિષ્ના ઈશ્વરભાઈ પટેલ શનિવારે રાત્રે તેની મોપેડ નં.GJ-16-BM-1399 લઈને અતુલ ફસ્ટગેટ ખાતે કામ અર્થે ગઈ હતી. કામ પતાવી પરત ઘર તરફ આવી રહી હતી. જે દરમિયાન સામેથી આવતી કાર નં. GJ-15-CD-1772ના ચાલકે ક્રિષ્નાની મોપેડ સાથે ધડાકાભેર ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અકસ્માત કરી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત ક્રિષ્નાને 108ની મદદ વડે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ક્રિષ્નાનો ભાઈ નીલ પટેલને અકસ્માતની જાણ સ્થાનિક લોકોએ કરી હતી. ક્રિષ્નાનો ભાઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ક્રિષ્ના બેભાન હાલતમાં હતી. ફરજ ઉપરના તબીબે ક્રિષ્નાને થયેલી ગંભીર ઇજાઓને લઈને વધુ સારવાર માટે સુરત મહાવીર હોસ્પિટલ સારવાર માટે ખસેડી હતી. હાલ ક્રિષ્ના બેભાન હાલતમાં છે. વલસાડ રૂરલ પોલીસ મથકે નીલ પટેલે કાર નં.GJ-15-CD-1772ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો