તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કકવાડીમાં હિંસક કૂતરા પકડવા ફોરેસ્ટની મદદ લેવા રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડના કકવાડીમાં હિંસક કૂતરાંઓના આંતકનો ભોગ બનેલા 8 વર્ષીય બાળકને ડુંગરીની વૈદ્ય હોસ્પિટલના આઇસીયુમાંથી હવે જનરલ વોર્ડમાં ખસેડાયો છે.જ્યાં તેની તબિયત સુધારા પર છે,પરંતું હજી તેના ચાર દિવસ સુધી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.ગામના તલાટી,સરપંચ,સભ્યો અને ગ્રામજનો શુક્રવારે બાળકની ખબરઅંતર પૂછવા મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.કૂતરાંઓએ આ બાળકને ગળાના ભાગે પકડીને 200 મીટર સુધી નદીમાં ઘસડી કાદવવાળા પાણીમાં રગદોળ્યો હતો. શરીરમાં પડેલા ઘામાં કાદવકિચડ ઘૂસી જતાં તબીબોને પણ સફાઇ કરતા મહેનત પડી હતી.કૂતરાં પકડવા માટે આ વિસ્તારના તા.પં.સભ્યએ ટીડીઓને લેખિત રજૂઆત કરી છે.

વલસાડના દરિયા કાંઠાના ગામ કકવાડીમાં રખડતાં કૂતરાંથી ગ્રામજનોમાં દહેશત ફેલાઇ ગઇ છે.ગામના એક બાળકને ગુરૂવારે કૂંતરાઓએ શિકાર બનાવી નજીકની મેથિયા ફળિયા પાસેથી વહેતી અંબિકાનદી સુધી ખેંચી લઇ કાદવમાં ખેંચાતાણી કરી રગદોળી દીધો હતો.સદનસીબે ચીસાચીસ કરતાં બાળકને કિનારે બોટમાં કામ કરતા માછીમારે ધસી આવી કૂતરાંઓને ભગાડી બાળકને બચાવી બહાર કાઢ્યો હતો.કાદવમાં લથપથ બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ડુંગરીની વૈદ્ય હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવાતાં બાળકનો બચાવ થયો હતો.જો કે બાળકના શરીર પર કૂતરાંઓએ અનેક જગ્યાએ બચકાં ભરી ઘાયલ કરી દેતાં ઘામાં કાદવકિચડ ઘૂસી ગયું હતું.જેને સાફ કરતાં સારવાર કરતા તબીબો ડો.દિનેશ વૈદ્ય અને ડો.પ્રશાંત વૈદ્યને પણ ભારે મહેનત કરવાની નોબત આવી હતી.હાલમાં બાળકની તબિયતમાં સુધારો થતાં જનરલ વોર્ડમાં ખસેડી હજી 4 દિવસ સારવાર હેઠળ રખાશે.

કૂતરાંથી સાવધાન રહેવા બોર્ડ તૈયાર કરી છે, તમામને જાગૃત રહેવા જાણ કરાઇ છે

કકવાડીમાં રખડતા કૂતરાંઓથી સાવધાન રહેવા માટે ગામના તમામ રહીશોને જાણ કરાઇ છે.બોર્ડ પણ તૈયાર કરાય રહ્યા છે.જે ગામમાં લગાવવામાં આવશે.ગામના તમામ મહોલ્લાના યુવાનોને જાગૃત રહેવા અને કૂતરાંથી સાવધાન રહવા જાણ કરાઇ છે.ગ્રામજનોને તેમના બાળકોની સંભાળ લેવા પણ જણાવાયું છે.>શાંતિબેન ટંડેલ,સરપંચ,કકવાડી

તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ડુંગરીની વૈદ્ય હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવાતાં બાળકનો બચાવ થયો હતો.જો કે બાળકના શરીર પર કૂતરાંઓએ અનેક જગ્યાએ બચકાં ભરી ઘાયલ કરી દેતાં ઘામાં કાદવકિચડ ઘૂસી ગયું હતું.જેને સાફ કરતાં સારવાર કરતા તબીબો ડો.દિનેશ વૈદ્ય અને ડો.પ્રશાંત વૈદ્યને પણ ભારે મહેનત કરવાની નોબત આવી હતી.હાલમાં બાળકની તબિયતમાં સુધારો થતાં જનરલ વોર્ડમાં ખસેડી હજી 4 દિવસ સારવાર હેઠળ રખાશે.

બાળકને ઘસડી રગદોળતાં ઘા માં કાદવકિચડ ઘૂસી ગયા હતા

કૂતરાંઓના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બાળકને આઇસીયુમાંથી જનરલ વોર્ડમાં ખસેડી સારવાર ચાલૂ રખાઇ છે.હજી ચારેક દિવસ રખાશે.બાળકે નદીના પાણીમાં કાદવકિચડમાં ઘસડી જઇ કૂતરાંઓએ ખેંચાખેચી કરી રગદોળતાં બચકાંના સંખ્યાબંધ પડેલા ઘામાં કાદવ ઘૂસી ગયા હતા.જે સાફ કરવામાં પણ વધુ સમય લાગ્યો છે.હાલે તેની તબિયત સારી છે.>ડો.પ્રશાંત વૈદ્ય,તબીબ,વૈદ્ય હોસ્પિટલ,ડુંગરી

કૂતરાંને પકડવા માટે ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી, ગામમાં ભયનો માહોલ

કકવાડી સહિત આસપાસના વિસ્તારોમાં રખડતાં હિંસક કૂતરાંઓને પકડવાની જરૂરત વર્તાઇ છે.બાળકને ગંભીર ઇજા પહોંચાડી ઘાયલ કરી દેવાની ઘટનાથી ગામમાં ભયનો માહોલ છે.જેના કારણે કૂતરા પકડવા માટે ફોરેસ્ટની મદદ લેવા પણ ટીડીઓને રજૂઆત કરી છે.>બીનાબેન ટંડેલ,સભ્ય,વલસાડ તા.પં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો