Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુંડી ગામે શિકાર માટે આવેલો દીપડો પાંજરાની જગ્યાએ કેમેરામાં કેદ થયો
વલસાડ તાલુકાના કુંડી ગામે છેલ્લા એક મહિનાથી દીપડો કુંડી ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ફરી રહ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. ગ્રામ જનોએ દીપડાની મારણની જગ્યાએ કેમેરો ગોઠવી શૂટિંગ કર્યું હતું। દીપડો પાંજરાની જગ્યાએ કેમેરામાં કેદ થયો હતો.
વલસાડ તાલુકાના કુંડી ગામ અને આજુબાજુના વિસ્તરમાં દીપડો છેલ્લા એક માસથી ફરી રહ્યો છે. કુંડી ગામમાં દેસાઈ ફળીયામાં ભીખુભાઇ જોગીભાઈ રાઠોડના વાડામાંથી બકરી અને વાછરડી અને હાજી તળાવ પાસે રહેતા બાબુભાઇ રામુભાઇ આહીરના તબેલામાંથી વાછડી અને જીણાભાઇ સુખાભાઈ આહીરના તેબેલામાંથી વાછરડી દીપડાએ બકરી અને વાછરડી તથા ભીનાર ફળિયામાં રહેતા મીનાબેન અશોકભાઈ પટેલના ઘર પાસેથી તેમનો પાળેલો કૂતરો અને વાછરડીનો છેલ્લા એક માસમાં શિકાર કર્યો હતો. વન વિભાગ દ્વારા કુંડી તથા આજુબાજુના વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરૂ પણ મુકવામાં આવ્યું હતું. દીપડો પાંજરામાં ન પુરાતા ગ્રામજનોએ ભીનાર ફળિયામાં દીપડાની મારણ કરેલી જગ્યાએ કેમેરો મુક્યો હતો. તાજેતરમાં દીપડો હાજી તળાવ પાસે મારણ કરેલી જગ્યાએ આવતા પાંજરાની જગ્યાએ કેમેરામાં કેદ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને ગ્રામ જનોમાં ભયનો છવાઈ ગયો છે. પિયાગો લઈને ખેતરે કામ કરવા ગયેલા ખેડૂતને 15 ફૂટ દૂરથી દીપડો જોયો હતો. દીપડો મારણ કરી ત્યાંથી જતો રહ્યો હતો.
1 માસમાં 4 જગ્યાએ દીપડાએ શિકાર કર્યો
કુંડી ગામમાં છેલ્લા એક માસમાં દીપડાએ ગામમાં એક કૂતરો, વાછરડીઓ અને બકરીઓનો શિકાર કર્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ પણ મુકવામાં આવ્યું છે. પરંતુ દીપડો જગ્યા બદલી દેતો હોવાથી પાંજરે પૂરતો નથી. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. > કાર્તિક દેસાઈ , સરપંચ, કુંડી ગામ
છે. પિયાગો લઈને ખેતરે કામ કરવા ગયેલા ખેડૂતને 15 ફૂટ દૂરથી દીપડો જોયો હતો. દીપડો મારણ કરી ત્યાંથી જતો રહ્યો હતો.