તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં પોલીસ કર્મીએ પત્નીના પ્રેમીને નગ્ન કરી માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી ITI ખાતે પારડીનો યુવક અને વલસાડની યુવતી સાથે ITI કરતા પ્રેમ થયો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી સાથે થઇ જતા પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. શુક્રવારે સાંજે યુવતીનો પ્રેમી યુવક ઉપર ફોન આવ્યો હતો. પોલીસ પતિએ સમાધાન કરાવવા પારડીના યુવકને રેલવે લોકોશેડ પાસે બોલાવ્યો હતો. મિત્ર સાથે આવેલા પોલીસ કર્મચારીએ બાઈક ઉપર પ્રેમીને બેસાડી લઇ ગયો હતો. યુવકનો ઘરફોડ ચોરોની કબૂલાત કરતો વીડિયો બનાવી નગ્ન કરી મારમારી છોડી દેવાયો હતો. યુવકના મિત્રોએ 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો હતો.

પારડી ખાતે રહેતો ગૌરવ હળપતિ પારડી ITI ખાતે વર્ષ 2018 અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી ધીરેન પટેલ સાથે થતા તેણે ગૌરવ સાથેને પ્રેમ સંબંધનો અંત લાવ્યો હતો. શુક્રવારે ધીરેન અને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ધીરેનના કહેવાથી પત્નીએ ગૌરવને ફોન કર્યો હતો. પત્નીનો ફોન છીનવી લઈને ગૌરવને સમાધાન કરવા માટે વલસાડ લોકોશેડ પાસે બોલાવ્યો હતો. ગૌરવ ચણવઇ ખાતે રહેતો તેનો મિત્ર નિલેશ યાદવ સાથે લોકોશેડ પાસે આવ્યો હતો. નિલેશ ગૌરવથી થોડો દૂર ઉભો રહ્યો હતો. ધીરેન તેના એક મિત્ર સાથે લોકોશેડ પાસે આવીને ગૌરવને બાઈક ઉપર બેસાડી પોલીસ હેડક્વાટરના વલીબોલના મેદાન પાસે લઇ ગયો હતો. જ્યાં ધીરેને તેના મિત્ર સાથે મળીને ગૌરવને માર માર્યો હતો. ગૌરવનો મિત્ર નિલેશ બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. ત્યાંથી ગૌરવને રેલવે યાર્ડમાં લઇ ગયો હતો. રેલવે યાડમાં ધીરેને ગૌરવનો વીડિયો ઉતારી ગૌરવ પાસે ચોરીની કબૂલાત કરાવતો વિડીયો ઉતારી લીધો હતો. ગૌરવને નગ્ન કરી ઢોરમાર મારી છોડી મુક્યો હતો.

પ્રેમીને ગંભીર ઈજા થતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો


યુવતીના લગ્ન નક્કી થતા બંને વચ્ચેનો પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો

પારડીમાં ITI કરતી વેળા નનકવાડાની એક યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવતીના લગ્ન નક્કી થતા બંનેએ સ્વૈચ્છીક પ્રેમ સંબંધનો અંત લાવ્યા હતા. અમારા બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ થયો ન હતો. શુક્રવારે પતિ સાથે કોઈક વાતથી ઝઘડો થતા યુવતીએ પતિના કહેવાથી મને ફોન કર્યો હતો. અમારી ચાલુ વાતે યુવતી પાસેથી ફોન છીનવીને મને સમાધાન કરાવવા લોકોશેડ પાસે બોલાવ્યો હતો. ધીરેને કહ્યું હતુંકે પોલીસની ગાડી લઈને લેવા આવીશ તો તારી ખોટી બદનામી થશે તેના કરતા તું લોકોશેડ પાસે બોલાવ્યો હતો. ધીરેને મારી પાસે ઘરફોડ ચોરીનો ગુનાની કબૂલાત કરાવતો વીડિયો બનાવી મને નગ્ન કરી માર માર્યો હતો. > ગૌરવ હળપતિ, ભોગ બનનાર યુવક

_photocaption_આરોપી ધીરેન, ભોગ બનનાર ગૌરવ*photocaption*

હું પોલીસમાં છું આ મેટરથી દૂર રહેજે નહીં તો તને કોઈ ગુનામાં ફીટ કરી દઈશ

ગૌરવ અને હું શુક્રવારે લોકોશેડ પાસે ગયા હતા. ગૌરવ મારા કરતા થોડો દૂર ઉભો રહ્યો હતો. જ્યાં ધીરેન તેના મિત્ર સાથે આવીને ગૌરવને બાઈક ઉપર બેસાડી પોલીસ હેડક્વાટર લઇ ગયો હતો. હું પણ તેની પાછળ મારી બાઈક લઈને ગયો હતો. વોલીબોલના મેદાન પાસે ગૌવારને ધીરેન મારી રહ્યો હતો. હું વચ્ચે પાડવા જતા મને ધીરેને જણાવ્યું હતું કે હું પોલીસ કર્મચારી છું અમારી મેટરથી દૂર રહે નહીંતર તને કોઈ ગુનામાં ફિટ કરાવી દઈશ તેમ જણાવી મને ઝાપટ મારી ગૌરવને બાઈક ઉપર બેસાડી અન્ય જગ્યાએ લઇ ગયો હતો. ત્યાંથી ગૌરવની શોધખોળ કરતા લોકોશેડ પાસે નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. > નિલેશ યાદવ, ગૌરવનો મિત્ર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો