અટગામના ખેડૂત યુવકના અપઘાત કેસમાં પોલીસે કોલ ડીટેઇલ મેળવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ તાલુકાના અટગામ ખાતે સોમવારે સવારે અંબાની વાડીમાંથી ખેડૂત યુવાનની આત્મહત્યા કરેલી હાલતમાં મળ્યો હતો. પરિવાર જનો દ્વારા હત્યા થઇ હોવાની શંકાને દર્શાવી હતી. પોલીસે વલસાડ સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવ્યું હતું. પોલીસે યુવાન ખેડૂતની કોલ ડીટેલ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અટગામ ખાતે રહેતો 21 વર્ષીય યુવાન ખેડૂત પ્રિતેશ નિતીન પટેલ, રહે, કોલવાડ ફળીયા અટગામ રહેતો હતો. રવિવારે રાત્રે ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. સોમવારે સવારે પ્રીતેશ પટેલની પોતાની વાડીમાં અંબાના ઝાડ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પરિવાર જનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવાર જનોએ હત્યા થઇ હોવાની શંકા દર્શાવી હતી. પરિવારના સભ્યો અને ગામના આગેવાનો દ્વારા હત્યાની શંકા દર્શાવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. તપાસ અમલદારે પ્રિતેશની કોલ ડિટેલ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. પ્રિતેશની હત્યા થઇ છે કે આત્મહત્યા કરી છે તપાસ પૂર્ણ થયા બાદ ખબર પડશે.

અટગામના 21 વર્ષીય કેડૂત યુવકની લાશ જે સ્થળેથી જાડની ડાળી સાથે લટકતી હાલતમાં મળી હતી તે સ્થળે યુવકના પગ એકદમ જમીનને લાગેલી હાલતમાં જોવા મળ્યા હતા.જેથી તેની હત્યા અંગે શંકા સેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...