આયુર્વેદિક દવાના ઓવરડોઝથી મોત કેસમાં વિશેરા સુરત FSLમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલોપેથી દવાની આડ અસર થાય તે સર્વસામાન્ય વાત લોકો સ્વીકારે છે,પરંતું આયુર્વેદિક દવા નિર્દોષ હોવાથી તેના ઓવરડોઝથી મૃત્યુ થાય તે વાત કોઇના ગળે ઉતરતી નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.વલસાડના વાંકલ ગામના ડાયાબિટિઝના દર્દીનું વધુ માત્રામાં આયુર્વેદિક દવા પીવાથી મોત થયું હોવાની ઘટનામાં પીએમ કરાયા બાદ તેના વિશેરા સુરતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

વાંકલ ગામના રહીશ 40 વર્ષીય જયેશભાઇ મોહનભાઇ પટેલ ડાયાબિટીઝથી પિડાતા હતા.તેઓ સુગરની આ બિમારી માટે આયુર્દવેદિક દવા લેતા હતા.ગત સોમવારે વધુ પડતી માત્રામાં આયુર્વેદિક દવા લઇ લેતા જયેશભાઇની તબિયત લથડી હતી.તેમને તાત્કાલિક ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવાયા હતા,પરંતું હાલત વધુ નાજૂક હોવાથી વલસાડ સિવિલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુંહવે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણવા મળશે.જેના પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...