તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામવાડીમાં રહેતા 2 પડોશી વચ્ચે નજીવી બાબતે કારને સાઈડમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રામવાડીમાં રહેતા 2 પડોશી વચ્ચે નજીવી બાબતે કારને સાઈડમાં લેવાના મુદ્દે બોલાચાલી થતાં કારચાલકે પડોશી યુવકના માથામાં ફટકો મારી લોહીલુહાણ કરી દીધો હતો.

વલસાડના રામવાડી વિસ્તારમાં જૂનીચાલ રૂમનં.15માં રહેતો અશોક જીવરાજ છેડા છુટક નાનોમોટો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. ગુરૂવારે સવારે ટેમ્પોમાં ફરસાણ વેચી આવી સાંજે સામાન લેવા મુંબઈ જવા તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન તેની વાનને સાઈડમાંથી બહાર લેવા માટે જતો હતો, ત્યારે તેની કારની પાછળ પડોશમાં રહેતા જય વિજય બલસારાની કાર પડી હતી. જેથી તેની કારને કાઢવી મુશ્કેલ હતું. અશોકે જય બલસારાને કહ્યું કે, તમારી ગાડી થોડી સાઈડમાં લો, તો ઉશ્કેરાયેલા જયે અશોકને નાલાયક ગાળો આપી હતી. જયના પિતા વિજયએ પણ ત્યાં દોડી આવી અશોક સાથે મારામારી કરી હતી. જયે ઉશ્કેરાઈ તેના હાથમાં રહેલા કંઈક સાધન વડે અશોક ના માથામાં ફટકારતાં અશોક લોહીલુહાણ થઈ ગયો હતો. આસપાસની ચાલીવાળા દોડી આવતાં જય-વિજય ભાગી ગયા હતા. તેઓએ અશોકને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો