તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2014માં 17 બેઠકો પર ‘ત્રીજા ક્રમે NOTA વોટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2014ની લોકસભા ચૂંટણીથી શરૂ કરાયેલા નોટાના વિકલ્પને મતદારોએ સારો પ્રતિસાદ હતો. રાજ્યની 26 પૈકી 17 બેઠકો પર વિજેતા અને રનર-અપ ઉમેદવાર બાદ ‘નોટા ત્રીજા ક્રમે રહ્યો હતો. જ્યારે 6 બેઠકો પર ચોથા ક્રમે રહ્યું હતું. નોટાને મળેલો પ્રતિસાદ 2019ની ચૂંટણીમાં પક્ષો માટે ચિંતાજનક બની શકે છે. નોટાના બટન અંગે મતદારો જાગૃત નહીં હોય તેવી પક્ષોની ગણતરી ખોટી પડી હતી. બધી બેઠકો મળીને નોટાને કુલ 454885 મત મળ્યા હતા.

રાજ્યની 4માંથી 3 ટ્રાઇબલ સીટ પર 67000 NOTA મત
‘નોટા માટે ટોપ ટેન
બેઠકનું નામ મળેલા મતો

દાહોદ 32,305
છોટાઉદેપુર 28,815
વલસાડ 26,606
પંચમહાલ 25,981
ભરૂચ 23,615
સાબરકાંઠા 22,334
ખેડા 20,333
બારડોલી 19,991
અમરેલી 19,143
રાજકોટ 18,249
અન્ય સમાચારો પણ છે...