તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરગામ ગાંધીવાડી ખાતે ખાનગી એજન્સી દ્વારા ગેરકાયદે રીતે ઇલક્ટ્રોનિક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ ગાંધીવાડી ખાતે ખાનગી એજન્સી દ્વારા ગેરકાયદે રીતે ઇલક્ટ્રોનિક ઉપકરણોની મદદથી આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ,પાનકાર્ડ,બેન્ક પાસબુક અને સ્કૂલના બોનાફાઇડ સર્ટિફિકેટ બનાવી આપવાનું રેકેટ વલસાડ એલસીબીએ 28 ડિસેમ્બર 2019ના રોજ રાત્રે ઝડપી પાડ્યું હતું.ભારે ચકચારી બનેલા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી સોમવારે વલસાડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

રેડમાં પોલીસે આરોપી વિનેશ ઉર્ફે બંટી ધનસુખલાલ ભંડારી પટેલ,રહે.રોહિતવાસ,નિરંકારી સત્સંગ પાસે,ઉમરગામનાને ઝડપી પાડ્યો હતો.જેમાં વધુ 4 આરોપી બોરાડ સાર્થક,ગુરૂરાય રહે.ચલા,વાપી અને રાજકોટના ઇસમ વિરલ પાનસુરિયા તથા ઇન્દોર (એમપી)ના ઇસમ અનંતરામ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ કેસમાં એલસીબી પીઆઇ ડી.ટી.ગામિત તથા તેમની ટીમે સ્થળ પરથી રૂ.54,150,કોમ્પ્યુટર, લેપટોપ સહિતતના ઇલેક્ટ્રિટ ઉપકરણો મળી કુલ રૂ.2,64,705નો મુદ્દામાલ કબજે કરી ઉમરગામ પોલિસ મથકે ગુનો દાખલ કર્યો હતો.પકડાયેલા આરોપી વિનેશ ભંડારીની વલસાડ સેશન્સ કોર્ટમાં 13 જાન્યુઆરી 2020ના રોજ રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ ડી.કે.સોનીએ નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો