તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ નગરપાલિકાના 400થી વધુ રોજમદારને કાયમી કરવા હાઇકોર્ટે કરેલા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ નગરપાલિકાના 400થી વધુ રોજમદારને કાયમી કરવા હાઇકોર્ટે કરેલા હુકમનો અમલ ન કરતાં કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી કરી હતી.જેની સામે પાલિકાએ કન્ટેમ્પટ સામે સ્ટે મેળવવા સુપ્રિમમાં દાદ માગતા સુપ્રિમ કોર્ટે વચગાળાનો મનાઇ હુકમ કરતા પાલિકાને રાહત મળી છે.

વલસાડ પાલિકાના રોજમદારોને લઘુત્તમ પે સ્કેલમાં કાયમી કરવા માટે ગુજરાત મજદૂર સભાએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.નવેમ્બર-2018માં હાઇકોર્ટે પાલિકાને રોજમદારોને કાયમી કરવા હુકમ કરી જાન્યુઆરી-2019થી તેનો અમલ કરવા હુકમ કર્યો હતો.જેની સામે પાલિકાએ હાઇકોર્ટમાં રિવ્યુ પિટીશન કરી હતી,જેને નામંજૂર કરાઇ હતી.ત્યારબાદ યુનિયને પાલિકા દ્વારા હાઇકોર્ટના હુકમનું પાલન ન કરવાના મામલે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી.આની સામે પાલિકાએ સુપ્રિમમાં સ્ટે મેળવવા એપ્લિકેશન દાખલ કરી હતી.જેની સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે વલસાડ નગરપાલિકાને સ્ટે આપી વચગાળાનો મનાઇ હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો