તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલર ભૂલેશ્વર મહાદેવ મંદિરે શહીદોને સુંદરકાંડ પાઠમાં માનવ મહેરામણ ઉમટ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાશ્મીરના પુલાવામાં શહિદીને વહોરનાર સીઆરપીએફના 42 જવાનના આત્માને પ્રભુ ચિરશાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે, તે માટે હાલર તળાવકાંઠે ભૂલેશ્વર મહાદેવના મંદિરે શનિવારે સાંજે સુંદરકાંડનું આયોજન કરાયું હતું. વલસાડ બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુંદરકાંડમાં મોટીસંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ પ્રસંગે શહેરના યુવા તબીબ ડો. આકાશ બિપીન ભટ્ટે શહિદોના સન્માન ખાતર આવાંબાઈ સ્કૂલની સામે આવેલા તેમના ક્લિનીકમાં જિલ્લામાં વસતા શહિદોના પરિવાર, પૂર્વ સૈનિક, ફરજ બજાવતા સૈનિક તથા તેમના પરિવારની દાંતની તપાસ નિ:શુલ્ક કરી આપવાની જાહેરાત પણ કરી હતી. પોતાના દેશ પ્રત્યેની ફરજ નિભાવવા બીજા ડોકટરો અને દેશ ભક્ત સમાજને આ પ્રયાસમાં આગળ વધવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો