તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુંદલાવનો પરિવાર ફરવા ગયો ને ચોર રોકડા 60 હજાર ચોરી ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ નજીક આવેલ ગુંદલાવ ખાતે સાંઈકૃપા હાઉસિંગ સોસાયટીના બંધ ફ્લેટમાં ત્રાટકેલા ચોરે ઘરના કબાટમાંથી રોકડા રૂ. 60 હજારની ચોરી કરી ચોર ફરાર ચોરે 1,20 લાખના ઘરેણાંને હાથ પણ ન લગાવ્યો હતો.

ગુંદલાવ ખાતે આવેલ સાંઈકૃપા કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના ફ્લેટ ન 104માં રહેતા પુનિત ગોસ્વામી રવિવારે બપોરે 4 કલાકે ઘર બંધ કરી પરિવાર સાથે ફરવા ગયા હતા. રાત્રે 10:45 કલાકે ઘરે પરત આવી જોતા ઘરનો સામાન વિખાયેલો હતો. કબાટની વસ્તુઓ બહાર પડેલી જોતા તાત્કાલિક રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ ઉપર આવી તપાસ કરતા કોઈ ચોર ઈસમ ફ્લેટની પાછળની બારીથી ઘરમાં પ્રવેશી રોકડા રૂપિયા 60 હજારની ચોરી કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં મુકેલા 6 તોલા સોનુ ચોરે જોયું પણ હાથ ન લગાવતા પુનિતભાઈના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

6 તોલા સોનુ પલંગ ઉપર મૂકી ભાગી ગયા
ગુંદલાવ ખાતે રવિવારે સાંજે થયેલી ચોરીમાં કબાટમાં રૂપિયા 60 હજાર રોકડા અને 6 તોલા સોનાના ઘરેણાં હતા. તે ચોર લઇ ગયો ન હતો જેથી પરિવારને થોડી રાહત મળી હતી. ચોર સોનાની વસ્તુઓની પરખ ન હોય તેવું લાગી રહ્યું છે. પુનિત ગૌસ્વામી, ઘર માલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો