ગુંદલાવ GIDC કોલોનીમાં 10 દિવસે 1 ટાઈમ પાણી, 5 હજાર લોકો તરસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રહીશો માત્ર 4 બોરનો સહારો, નવા ખોદેલા 3 બોર ફેલ ગયા
ગુંદલાવ જીઆઇડીસીમાં હાલે બોર મારફત પાણીનો પુરવઠો કોલોની વિસ્તારના રહીશોને પૂરો પાડવામાં આવી રહ્યો હતો,પરંતું છેલ્લા 10 દિવસથી પાણીની બુમરાણ મચી છે. દિવસે માત્ર 1 ટાઇમ પાણી અપાતું હતું તેમાંય ભારે અનિયમિતતા સામે આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાણી વિના રહીશોને રોજબરોજના વપરાશ માટે ભારે વલખાં મારવા પડી રહ્યા છે.શુક્રવારે મોડી રાત્રે સુધી પાણી ન મળતાં રહીશોએ જીઆઇડીસી એસોસિએશન પ્રમુખના નિવાસ સ્થાને પહોંચી મોરચો માડ્યો હતો.જ્યાં તેમણે પાણી કેમ મળતું નથી તેવા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.જો કે પાણી માટે જીઆઇડીસીમાં બે ત્રણ નવા બોર કરાવ્યા પણ ફેલ ગયા હોવાનું જણાવ્યું હતું.તેમ છતાં પાણી બહારથી લાવીને સમસ્યા ઉકેલવા હૈયાધરપત આપી હતી.

38
બિલ્ડિંગો

456
5000
ફ્લેટ

વસતી

ફેક્ટરીઓમાં જો નિયિમત પાણી અપાતું હોય તો કોલોનીના રહીશોને કેમ નહિ અપાય
કોલોનીના રહીશ પી.મલાણીએ જણાવ્યું કે,જીઆઇડીસીની ફેક્ટરીઓને નિયમિત 1 કલાક પાણી મળે છે,પરંતું રહીશોને પાણી નિયમિત મળતું નથી.ખાનગી પ્લોટમાં કંપનીએ બોર ખોદીને પાણી વાપરે તો રહીશો પણ તેમના પ્લોટમાં બોર કેમ ન કરા‌વી શકે.

કોલોનીમાં કેટલાક લોકો ખાનગી મોટરોથી પાણી ખેંચતા હોવાથી અન્યોને હાલાકી
રહીશોએ એસોસિએશનના પ્રમુખ રામ જોષી સમક્ષ ફરિયાદ કરતાં ખાનગી મોટરોનો મુદ્દો ઉઠાવ્યો હતો.તેમણે રાવ કરતા કહ્યું કે,જીઆઇડીસી કોલોનીમાં કેટલાક લોકો ખાનગી મોટરો લગાવી પાણી ખેંચી લેતા બીજા પાણી પહોંચતું નથી,જેથી રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...