તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSCમાં ગુજરાતીનું જ્યારે HSC. સા.પ્ર. નાં વિજ્ઞાનનું પેપર સરળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષામાં SSCનું ઈંગ્લીશ મીડિયમનું ગુજરાતીનું પેપર પાઠ્ય પુસ્તક્ને આધારિત સરળ પેપર હતું. જયારે HSCના સામાન્ય પ્રવાહના મનોવિજ્ઞાનનું પેપર સરળ અને વિદ્યાર્થીઓથી 3 કલાકમાં સંપૂર્ણ પેપર લખી શકાય તેવું સરળ પેપર હતું। જયારે વિજ્ઞાન પ્રવાહનું ગણિતનું પેપર ભારે પૂછવામાં આવ્યું હતું.

શનિવારે જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં SSCમાં ઈંગ્લીશ મીડિયમના ગુજરાતીના પેપરમાં નોંધાયેલા 7,387 વિદ્યાર્થીઓ પૈકી 7,613 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. ગુજરાતીમાં બોર્ડના પાઠ્ય પુસ્તક મુજબ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પેપર બ્લ્યુપ્રિન્ટ આધારિત પેપર પૂછવામાં આવ્યું હતું, HSC સામાન્ય પ્રવાહનું માનો વિજ્ઞાનના પેપરમાં નોંધાયેલા 2,789 વિદ્યાર્થીઓ પૈકી 2,706 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માનો વિજ્ઞાનનું પેપર સરળ હતું, જયારે વિજ્ઞાન પ્રવાહના ગણિતનું પેપરમાં નોંધાયેલા 2,722 વિદ્યાર્થીઓ પૈકી 2,688 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગણિતનું પેપર એવરેજ કાશી શકાય તેવું પેપર પૂછવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા ટેક્સબુક કરતા રેફરન્સ બુકમાંથી દાખલ પણ પૂછવામાં આવ્યા હતા. શિક્ષક પ્રકાશભાઇએ જણાવ્યું કે, ગુજરાતીનું પેપર સરળ, બ્લ્યુપ્રિન્ટ આધારિત પેપર હતું. પેપરમાં 8 નંબરનો પ્રશ્ન ગુંચવીને પૂછયો હતો. જેની સામે વિકલ્પમાં અન્ય પ્રશ્ન સરળ પૂછયો હોવાથી વિદ્યાર્થીઓને રાહત મળી હતી. 3 નિબંધ પૂછવામાં આવ્યા હતા જેમાં પ્રદુષણ ગંભીર સમસ્યા, મોંઘવારી અને મારા આદર્શ મહાત્મા ગાંધી ઉપર નિબંધો પૂછવામાં
આવ્યા હતા.

પાંચમા દિવસે શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો