તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST સુપ્રિન્ટન્ડન્ટના જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપીના મંડપના વેપારીનું પાંચ વર્ષનું ઓડિટ બાકી હોવાથી પેનલ્ટી અને વ્યાજ સહિતની રકમ ભરવા માટે ટેક્સ કલિઅર કરવા સુપ્રિન્ટન્ડન્ટ વર્ગ-2ના નરેન્દ્રકુમાર ગોરધનલાલ સામરિયારૂ.3 લાખની લાંચની માગણી કરી હતી,પરંતું છેવટે રૂ.1 લાખનું નક્કી થતાં ફરિયાદીએ ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો હતો.આ મામલે 24 જાન્યુઆરી 2019ના રોજ વુડલેન્ડ હોટલમાં વેપારીને બોલાવી ફરિયાદ નોંધાવામાં આવી હતી.ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ વાપી ખાતે રોયલ ડ્રીમ એપાર્ટમેન્ટ પાસે એસીબીએ છટકું ગોઠવતા જીએસટી સુપ્રિન્ટન્ડન્ટ નરેન્દ્રકુમાર સામરિયા ફરિયાદી પાસેથી રૂ.1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.જેની ધરપકડ કરી એસીબીએ વલસાડ સેશન્સ કોર્ટ સમક્ષ રિમાન્ડ મેળવવા રજૂ કર્યો હતો.જેની સુનાવણીમાં કોર્ટે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીના 26 ફેબ્રુઆરી સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આ રિમાન્ડ મંગળવારે પૂરા થતાં એસીબી પીઆઇ એસ.આર.પટેલે કોર્ટમાં રજૂ કરતા આરોપીને જ્યુડિશ્યિલ કસ્ટડીમાં નવસારી સબજેલ મોકલી આપવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો