તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાના બાળકોમાં સ્માર્ટ ફોનના ક્રેઝને લઈને શેરીઓમાં રમાતી રમતોને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નાના બાળકોમાં સ્માર્ટ ફોનના ક્રેઝને લઈને શેરીઓમાં રમાતી રમતોને બાળકો ભૂલી રહ્યા છે. જેને યાદ કરાવવા વલસાડની રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા રવિવારે સવારે વલસાડના સ્ટેડિયમ રોડ ઉપર શેરીઓમાં રમાતી રમતો શીખવાડવાના પ્રયાસના ભાગ રૂપે શેરી રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ઉપસ્થિત રહીને શેરીની રમતોની મઝા માણી હતી.

રોટરી કલબ ઓફ વલસાડ દ્વારા બાળકોને રમવા માટે મેદાન પર લાવવાના ઉદેશ્યથી ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5000 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આધમાલ ગલીમાં પાવર ગરબા, એરોબિક્સ, જુમ્બા ડાન્સ, દેશભક્તિ પરફોર્મન્સ, કરાટે દ્વારા સેલ્ફ ડિફેન્સ જેવા વિવધ કાર્યક્રમો સ્ટેજ પરથી રજુ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ધમાલ કરવા માટે બાળક બનવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓ માટે કોથળા દોડ, લીંબુ ચમચી, રસ્સા ખેંચ, મટકા ફોડ, આંધળો પાટો, એક મિનિટ ગેમ, જેવી વિવિધ રમતો દ્વારા બાળકો અને મોટાઓએ ખૂબ મજા માણી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં એનએસએસ એનસીસીના યુવાનો દ્વારા બધી રમતો રમાડવામાં આવી હતી. સામાજિક સંસાથોમાં જેસીઆઈ વલસાડ, ઉમિયા સોસીયલ ટ્રસ્ટ, મેવાડ જૈન યુવા પરિષદ, સંસ્કાર ઇવેન્ટ્સના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો