તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં શુક્રવારે સાંજે 4 થી 5ના 1 કલાકના ગાળામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં શુક્રવારે સાંજે 4 થી 5ના 1 કલાકના ગાળામાં 1 ઇંચ ધોધમાર રીતે વરસાદ વરસતા મેઘરાજાના આક્રમક મિજાજના પારખાં જોવા મળ્યા હતા. જિલ્લામાં સપ્ટેમ્બર માસથી પડી રહેલા વરસાદનો સિલસિલો ચાલૂ રહેતા માતાજીની આરાધનાનો સૌથી મોટા મહોત્સવના રંગમાં ભંગ પડવાની સંભાવના વર્તાઇ રહી છે.જેેના કારણે નવરાત્રિના ખેલૈયાઓ અને આયોજકોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. પાર્ટી પ્લોટો અને ખુલ્લાં મેદાનોમાં હજી કાદવ અને પાણીના ખાબોચિયાં હોવાના કારણે આયોજકો સફાઇનું કામ કરે ત્યાં વરસાદનું વિઘ્ન વારંવાર નડી રહ્યું છે.ગરબે ઘૂમવાના ખેલૈયાઓના તરવરાટ વચ્ચે વરસાદી માહોલ અકબંધ રહેતા નવરાત્રિ મહોત્સવ માટે તડામાર તૈયારી કરી રહેલા આયોજકોની મહેનત પર પાણી ફરી વળે તેવા એંધાણો વર્તાયા છે.

જિલ્લામાં સપ્ટમ્બર માસ દરમિયાન વચ્ચેના પાંચેક દિવસોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.આ વર્ષે જૂનથી લઇ સપ્ટેમ્બર સુધી ...અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...