વલસાડમાં બાઇકસવારને માર મારનારા 4 પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના સ્ટેશન રોડ ઉપર 22મી માર્ચે રાત્રે મોટર સાઇકલ ચાલક વૈભવ ઉર્ફે વિકી સહદેવ પટેલ તેના મિત્ર અંકિત ચૌહાણ સાથે ઘાસવાલા સ્કૂલ પાસે નાસ્તો કરવા જઈ રહ્યો હતો. ઉડીપી હોટલ પાસે 4 આરોપીઓએ વૈભવની મોટર સાઇકલ ઉભી રાખવી 2 વર્ષ પહેલાની જૂની અદાવતને લઈને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત વૈભવને સિવિલમાં દાખલ કર્યો હતો. આ કેસના 4 આરોપીઓને શુક્રવારે સીટી પોલીસે ધરપકડ કરી હતી. આરોપી 1 આદિલ અયુબ મન્સૂરી, ઉમર 25, રહે સત્યમ એપાર્ટમેન્ટ જી-1 અબ્રામા, 2 સની ઉર્ફે કાળો નીતિન રાઠોડ, ઉમર 24, આકાશદીપ એપાર્ટમેન્ટ સામે નનકવાડા, 3 સંદીપ ભરત પટેલ, ઉમર 29, અને 4 સંજય ભરત પટેલ, ઉમર 32, બંને રહે હાલર, વશી ફળિયું, પાણીની ટાંકી સામે ને પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...