તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડના ધોલાઈ બંદરનાં વિકાસ માટે હિંગરાજ ખાતે બેઠક મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ તાલુકાના હિંગરાજ ખાતે સહકાર ભારતી-પ્રેરિત દક્ષિણ ગુજરાત કોસ્ટલ વિકાસ મંચ દ્વારા માછીમાર સમાજના લોકો સાથે એક મીટીંગનું હિંગરાજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોલાઈ બંદરને વિકાસ કરવા અને માછીમાર સમાજના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

વલસાડ તાલુકાના કોસ્ટલ વિસ્તારમાં આવેલ હિંગરાજ ખાતે સહકાર ભારતી-પ્રેરિત દક્ષિણ ગુજરાત કોસ્ટલ વિકાસ મંચની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં માછીમાર સમાજના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. દરિયામાં થતું પ્રદુષણ અટકાવવા આગામી દિવસોમાં મંચ દ્વારા આંદોલન કરવામાં આવશે. જેમાં ધોલાઈ બંદર ખાતે 400થી 500 જેટલી ફિશીગ બોટ આવી શકે તેમ છે. જેને લઈને વલસાડ જિલ્લાના માછીમાર સમાજના લોકોએ અન્ય બંદરોમાં વેપાર ધંધા માટે જવું પડી રહ્યું છે. જો ધોલાઈ બંદરનો સુ આયોજિત વિકાસ કરવામાં આવે તો વર્ષે 500 કરોડનો વેપાર થઇ શકે તેમ આગેવાનોએ જણાવ્યું હતું. અને આગામી દિવસોમાં ધોલાઈ બંદરની સમસ્યાને લઈને સરકારમાં રજૂઆતો કરીને બંદરના વિકાસના કામોની માંગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જરૂર પડે તો સહકાર ભારતી-પ્રેરિત દક્ષિણ ગુજરાત કોસ્ટલ વિકાસ મંચ દ્વારા આદોલન કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. હિંગરાજ ખાતે મિટિંગમાં મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...