તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર બ્રીજ નીચે વાનમાંથી 300 કિલો લોખંડના પાટા મળ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધરમપુર ચોકડી પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક વાનને શંકાના આધારે ઉભી રાખી ચેક કરતાં લોખંડના પાટા મળી આવ્યા હતા. જેનું કોઈ બીલ કે ક્યાં લઈ જવાના છે, તેની કોઈ માહિતી ન મળતાં પોલીસે ચોરીનો માલ હોવાનું જાણી બે ઈસમો ની ધરપકડ કરી હતી.

સિટી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ધરમપુર ઓવરબ્રીજના નીચે એક શંકાસ્પદ વાનનં.જીજે-06 કેએચ-4128ને અટકાવી તપાસ કરી હતી. જેમાં અંદાજે 300 કિલો વજનના લોખંડના પાટા મળી આવ્યા હતા. પોલીસે તેનું બીલ અને આ માલ ક્યાં કોને પહોંચાડવાનો છે, તેની સઘળી માહિતી કાર ચાલક વિજયસિંહ દેવીસિંહ પઢીયાર રહે.રામનાથ ભાર્ગવ ફળિયુ, વડોદરા અને મુકેશ નટવરસિંહ ચાવડા રહે.પોર જીઆઈડીસી, જી.વડોદરાને પૂછતાં તેઓ કંઈ બોલી શક્યા ન હતા. પોલીસે કારના કાગળિયા પણ માંગતાં તેમની પાસે ન હોવાનું જણાયું હતું. પોલીસને આ કાર અને મુદ્દામાલ ચોરીનો હોવાનું જણાતાં તેમની કાયદેસર અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે લોખંડના પાટા ક્યાંથી મેળવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો