તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રના દહાણુમાં રહેતો ખેડૂત મૈયતમાં બેસવા ગયા હતા. ચાલતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના દહાણુમાં રહેતો ખેડૂત મૈયતમાં બેસવા ગયા હતા. ચાલતા પરત ફરતા બાઈક ચાલકે સત્યા હાળદને અડફેટે લીધા હતા. ગંભીર ઇજાઓને લઈને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સોમવારે સવારે સારવાર દરમિયાન સત્યા હાળદનું મોત નીપજ્યું હતું.

મહારાષ્ટ્રના દહાણુના નાવનાત દોડનપાડા ગામમાં રહેતો ખેડૂત સત્યા હાળદ રવિવારે બાજુના ગામમાં મૈયતમાં બેસવા ગયા હતા. મૈયતમાં હાજરી આપી પરત આવતી વખતે ઘાકપાડા પાસે વડના ઝાડ નજીક એક બાઈકના ચાલકે ગફલત રીતે હંકારી લાવીને સત્યા હાળદને અડફેટે લઈને બાઈક વડના ઝાડ પાસે અકસ્માત કર્યો હતો. સત્યા હાળદને રિક્ષામાં નજીકની કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સત્યા હાળદને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સોમવારે સવારે સત્યા હાળદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સત્યા હાળદનો દીકરો અન્નાએ વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...